શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2015 (15:46 IST)

ભ્રષ્‍ટાચાર, કટકી, લાંચ આપ્યા વગર ઉદ્ધાર નથી, તેવું ૬૬ ટકા લોકો માને છે

ભારતમાં ૬૬ ટકા વેપાર ધંધામાં એવું મનાય છે કે, થોડીક હદે ભ્રષ્‍ટાચાર, કટકી અને લાંચ આપવાનું તો ચાલે. કટકી અને પૈસા આપીને કામ કઢાવવા બાબતે ભલે આકરા પગલા લેવાવાની વાત ચાલતી હોય અને જાહેર જનતા કરપ્‍શન સામે રડારોળ કરતી હોય છતાં હજીયે ૮૦ ટકા લોકોનું માનવું છે કે, ભ્રષ્‍ટાચાર ચોતરફ થાય છે. બાવન ટકા લોકો માને છે કે વધુ બિઝનેસ મેળવવા માટે કોઇને ગિફટની ઓફર કરવી એ ધંધાને ટકાવી રાખવા માટે જરૂરી છે, જ્‍યારે ૨૭ ટકા લોકોને કેશ પેમેન્‍ટ આપવામાં વાંધો નથી. એટલું જ નહીં, ૩૫ ટકા લોકોનું માનવું છે કે જો તેમની કંપની એન્‍ટિ-બ્રાઇબરી કે એન્‍ટિ-કરપ્‍શન પોલિસી બાબતે વધુ બોલ્‍ડ થશે તો આ કોમ્‍પિટિટીવ માર્કેટમાં ટકી રહેવાનું એમને ભારે પડશે.

   આ સર્વેમાં ૨૮ દેશોમાં ૩૮૦૦ લોકોનું ઇન્‍ટરવ્‍યુ કરવામાં આવ્‍યો હતો. એમાં યુરોપ, મિડલ-ઇસ્‍ટ, ઇન્‍ડીયા અને આફ્રીકા જેવા દેશોનો સમાવેશ હતો. ઇન્‍ડિયાના ૬૦ ટકા લોકોનું માનવું છે કે નૈતિક ધોરણો બાબતે રેગ્‍યુલેશન કરવામાં આવે તો એનાથી પોઝિટીવ અસર પડશે.