ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોનીપત. , મંગળવાર, 21 એપ્રિલ 2015 (11:52 IST)

મંત્રીપદ ઠુકરાવતા બાબા રામદેવ બોલ્યા - મોદી અમારા સરકાર પણ અમારી

સોનીપતના રાઈ સ્પોર્ટ્સ શાળામાં મંગળવારે હરિયાણા સરકારે યોગગુરૂ બાબા રામદેવનુ અભિનંદન કર્યુ.   તેમણે પ્રદેશના બ્રાંડ એમ્બેસેડર બનાવાયા છે. તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ આપવાનો હતો. પણ રામદેવે તેનો સ્વીકાર ન કર્યો. તેમણે પ્રદેશના મુખ્યમંત્રીને આ સન્માન પરત કરતા કહ્યુ કે પ્રધાનમંત્રી અમારા છે. સરકાર પણ અમારી છે,  હરિયાણાના સીએમ અમારા છે. તો બાબાને બાબા જ રહેવા દો. કેબિનેટ મંત્રીનુ પદ નથી જોઈતુ. 
 
હરિયાણામાં યોગ અને આર્યુર્વેદને પ્રોત્સાહન આપવા માટે હરિયાણા સરકારે તેમનુ સન્માન કર્યુ. આ કાર્યક્રમ દરમિયાન હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિઝ. શિક્ષા મંત્રી રામવિલાસ શર્મા પણ હાજર રહ્યા. 
 
બાબા રામદેવે હરિયાણાના બ્રાંડ એમ્બેસેડર બનાવતા જ્દયૂએ તેનો વિરોધ કર્યો.  થોડા દિવસો પહેલા હરિયાણા સરકારે બાબા રામદેવને કેબિનેટ મંત્રી બનાવવાની જાહેરાત કરી હતી. તેના પર વિપક્ષે પણ સત્તા પક્ષ પર નિશાન સાધ્યુ હતુ. વિવાદ વધતો જોઈને હવે રામદેવે તેને લેવાનો ઈંકાર કર્યો છે. 
 
બાબા બોલ્યા કે પોતાના પેટ્રોલ દ્વારા કરશે યોગનો પ્રચાર 
 
રામદેવે પોતાના ભાષણમાં કહ્યુ કે તેઓ હરિયાણામાં યોગનો પ્રચાર કરવા માટે સરકારના પેટ્રોલ પર નહી ફરે. પણ પોતાના પેટ્રોલ અને ગાડીનો ઉપયોગ કરશે.  આ સાથે સાથે તેમણે હરિયાણાના દરેક જીલ્લામાં એક યોગ કેન્દ્ર ખોલવાની વાત પણ કરી છે. આ માટે સરકારી શાલાના પીટીઆઈ અને યોગાચાર્યો ને પ્રશિક્ષણ આપવામાં આવી ચુક્યુ છે.  
 
હરિયાણામાં પતંજલીથી પણ મોટુ યોગ કેન્દ્ર 
 
રામદેવે કહ્યુ કે હરિયાણામાં પતંજલીથી પણ મોટુ યોગકેન્દ્ર બનાવવામાં આવશે. જે દેશનુ સૌથી મોટુ યોગ કેન્દ્ર રહેશે. નાલંદ અને તક્ષશિલામાં તો 10 હજાર વિદ્યાર્થી ભણે છે પણ આ યોગ કેન્દ્રમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થી યોગ અને આયુર્વેદનુ શિક્ષણ લેશે.