શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમૃતસર. , શુક્રવાર, 29 જુલાઈ 2016 (11:43 IST)

મજીઠિયા મામલામાં કેજરીવાલને જામીન, બોલ્યા એક વાર નહી હજાર વાર કહીશુ, મજીઠિયા સ્મગલર

મજીઠિયા માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી(આપ)ના નેતા સંજય સિંહ અને આશીષ ખેતાન અમૃતસર કોર્ટમાં રજુ થયા જ્યાર પછી તેમને જામીન મળી ગઈ છે. મામલાની આગામી સુનાવણી 15 ઓક્ટોબરના રોજ થશે. 
 
કોર્ટમાં રજુ થતા પહેલા સી.એમ. કેજરીવાલે હરમિંદર સાહેબમાં માથુ ટેકવ્યુ અને લોકોને સર્કિટ હાઉસ સાથે સંબોધિત કરી રહ્યા છે. તેમનુ કહેવુ છેકે નશા પંજાબમાં મજીઠિયા લઈને આવ્યો તો ખોટા કેસોમાં આપ નેતાઓને કેમ ફસાવવામાં આવી રહ્યા છે. કેજરીવાલે કહ્યુ કે એકવાર નહી હજારવાર કહીશુ મજીઠિયા સ્મગરલ અને આ લડાઈને અંજામ સુધી લઈને જશે. આ અવસર પર ભારે સંખ્યામાં આપ સમર્થક એકત્ર થયા છે જે બાદલ વિરુદ્ધ મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે. બીજી બાજુ મજીઠિયાના સમર્થક એકત્ર થયા છે. સરકારે સાવધાની રાખતા ભારે માત્રામાં પોલીસ ગોઠવી છે. 
 
આ પહેલા 18 જુલાઈના રોજ અમૃતસરની એક નીચલી કોર્ટે માનહાનિના એક મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી(આપ)ના કેટલાક અન્ય નેતાઓના નામે સમન રજુ કર્યુ હતુ. પંજાબના રાજસ્વ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયાની અરજી પર અતિરિક્ત મુખ્ય ન્યાયિક દંડાધિકારીની કોર્ટે કેજરીવાલ ઉપરાંત આપ નેતા સંજય સિંહ અને આશીષ ખેતાનને સમન રજુ કરી 29 જુલાઈના રોજ કોર્ટમાં રજુ થવા માટે કહ્યુ હતુ.