ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (12:09 IST)

મધર ટેરેસાને આવા વિવાદોથી અલગ રાખવા જોઈએ - કેજરીવાલ

હજુ સુધી ઘર વાપસીના મુદ્દા પર બીજાને સલાહ આપનારા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મધર ટેરેસાને લઈને વિવાદિત ટિપ્પણી કરી છે. તેમણે મધર ટેરેસા પર ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો છે. જો કે ભાગવતના આ નિવેદન પછી આ મુદ્દા પર રાજકારણ ગરમાયુ છે. 
 
સરસંઘચાલક મોહન ભાગવતે આ નિવેદન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિશાન સાધ્યુ છે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ કે મધર ટેરેસા પવિત્ર આત્મા હતી. તેમણે આવા વિવાદોથી જુદા મુકવા જોઈએ. 
 
કેજરીવાલે પોતાના ટ્વીટમાં કહ્યુ કે હુ મધર ટેરેસાની સાથે તેમને કલકત્તા સ્થિત નિર્મલ હ્રદય આશ્રમમાં કામ કર્યુ છે. તે પવિત્ર આત્મા છે. તેમને છોડી દેવા જોઈએ. 
 
આરએસએસ પ્રમુખે સોમવારે રાજસ્થાનમાં ઈસાઈ ધર્મ પર વિવાદિત બોલ બોલતા આ ટિપ્પણી કરી. ભાગવતે કહ્યુ કે રોમન કૈથલિક ચર્ચ સેવાની આડમાં ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. 
 
ભાગવતે નોબેલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાને લઈને પણ ટિપ્પણી કરી. આરએસએસ પ્રમુખે કહ્યુ કે તેમની ત્યાં સેવ સારી થતી હશે. પણ ત્યા પણ તેની પાછળ એક ઉદ્દેશ્ય રહેતો હતો જેની સેવા થઈ રહી છે તે ઈસાઈ ઘર્મ ગ્રહણ કરી લે.  
 
અનાથ બાળકો માટે ભરતપુરમાં સંચાલિત એક સંસ્થા અપના ઘરના નવા ભવનમના લોકાર્પણ સમારંભમાં ભાગવતે કહ્યુ કે સેવાના નામ નવા પ્રકારનું ષડયંત્ર સામે આવી રહ્યુ છે. દેશના આપણા લોકો આપણે આપણા દેશના લોકોની સેવા નથી કરી રહ્યા તેથી બહારના લોકો અહી આવીને સેવા કરી રહ્યા છે.