શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 નવેમ્બર 2015 (11:49 IST)

મધ્યપ્રદેશ પેટા ચૂંટણી - રતલામ-ઝાંબુઆમાં કોંગ્રેસ જીતી, દેવાસ-મણિપુરમાં ભાજપાની જીત

રતલામ. મધ્યપ્રદેશની રતલામ-ઝાબુઆ સીટ પર થયેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસના કાંતિલાલ ભૂરિયા ચૂંટણી જીતી ગયા છે. બીજી બાજુ દેવાસ અને મણિપુરની બે વિધાનસભા માટે થયેલ પેટાચૂંટણીમાં ભાજપાએ જીત નોંધાવી છે. 
રતલામ-ઝાબુઆ લોકસભા અને દેવાસ વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણના આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ.  દેવાસમાં ભાજપા ઉમેદવાર ગાયત્રી રાજેએ કોંગ્રેસના જયપ્રકાશ શાસ્ત્રીને 28 હજારથી પન વધુ વોટોથી હરાવ્યો. બીજી બાજુ ઝાબુઆ રતલામ સંસદીય સીટ પર કોંગ્રેસના કાંતિલાલ ભૂરિયાએ ભાજપાની નિર્મલા ભૂરિયાને 50 હજારથી વધુ મતોથી હરાવી. 
 
ઉલ્લેખનીય છે કે ઝાબુઆ રતલામ સીટ ભાજપા સાંસદ દિલીપસિંહ ભૂરિયાના નિધન પછી ખાલી થઈ  હતી. જ્યાથી ભાજપાએ ભૂરિયાની પુત્રી નિર્મલાને ઉમેદવાર બનાવી હતી.  દેવાસ વિધાનસભા સીટ પ્રદેશના પૂર્વ મંત્રી તુકોજીરાવ પવારના નિધનને કારણે ખાલી થઈ છે. અહી પણ મુખ્ય મુકાબલો ભાજપાની ઉમેદવાર અને સ્વર્ગીય પવારની પત્ની ગાયત્રી રાજે પવાર અને કોંગ્રેસના જયપ્રકાશ શાસ્ત્રીની વચ્ચે હતુ. 
 
આ બંને સીટો પર 21 નવેમ્બરના રોજ મતદાન થયુ હતુ. આ ચૂંટણીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.