ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 30 માર્ચ 2009 (13:50 IST)

મનમોહન ચુંટણી નહીં લડે-કોંગ્રેસ

ભાજપનાં નેતા લાલકૃષ્ણ અડવાણીનાં વારંવાર કહેવા છતાં પણ વડાપ્રધાન મનમોહન સિંહે લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. અન્ય પાર્ટીઓને પણ તેમાં કંઈ ખોટું દેખાઈ રહ્યું નથી.

અગાઉ પણ એવા વડાપ્રધાન રહ્યાં છે, જે રાજ્યસભાના સદસ્ય રહ્યાં છે. પણ મનમોહનસિંહ પ્રથમ પદસ્થ વડાપ્રધાન છે, જે ચૂંટણી લડવા ઈચ્છતાં નથી.

76 વર્ષીય ડો.સિંહ નેહરૂ-ગાંધી પરિવારથી બહાર કોંગ્રેસનાં પ્રથમ નેતા છે. જેમણે પાંચ વર્ષના કાર્યકાળ બાદ આગામી સમય માટે પણ પાર્ટીએ વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યાં છે.

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક સિંઘવીએ લાલકૃષ્ણ અડવાણી દ્વારા ઉઠાવવામાં આવેલાં મુદ્દાને નિરર્થક કહીને ફગાવી દીધો હતો. અડવાણીએ બંધારણમાં સંશોધનનું સમર્થન કરીને એ વાતને સુનિશ્વિત કરવાની માગણી કરી હતી કે વડાપ્રધાન લોકસભાથી આવે.