શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 9 માર્ચ 2015 (10:56 IST)

મસરત આલમની મુક્તિ પર સોમવારે લોકસભામાં હંગામો થવાની શક્યતા

અલગતાવાદી નેતા મસરત આલમની મુક્તિ બાબતે સોમવારે લોકસભામાં હંગામાની શક્યતા છે. મસરત આલમની મુક્તિને લઈને વિપક્ષી દળ ખૂબ વિરોધ બતાવી રહ્યા છે. વિપક્ષી દળ આ બાબતે સદનમાં ચર્ચાની માંગ કરી શકે છે. બીજેપી મસરતની મુક્તિ મામલે બેકફૂટ પર છે.   
 
આલમની મુક્તિના નિર્ણયની આલોચના કરવામાં કોંગ્રેસ વિપક્ષી પાર્ટીઓની આગેવાની કરી રહી છે. ત્યાં સુધી કે જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી મોહ્હમદ સઈદના આ પગલાનો વિરોધ ભાજપ અને આરએસએસની અંદર પણ થઇ રહ્યો છે. આલમની આ મુક્તિથી ભાજપ બેકફૂટ પર આવી ગયું છે, કારણ કે તે રાજ્યમાં ગઠબંધન સરકારનો ભાગ છે.
 
ઉલ્લેખનિય છે કે, જેલમાંથી મુક્ત થતા જ અલગાવાદી નેતા મસરત આલમે આગ ઓકવાનું શરુ કરી દીધું છે. જેલથી મુક્ત થયા બાદ મસરત આલમે કહ્યું કે તેઓ નાની જેલમાંથી છુટીને મોટી જેલમાં આવી ગયો છે.
 
ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર સરકાર પાસે રિપોર્ટ માંગી 
 
મસરત આલમની મુક્તિને લઈને ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર સરકાર પાસે રિપોર્ટ માંગી છે. ગૃહ મંત્રાલયે મુફ્તી મોહમ્મદ સઈદની સરકારને પુછ્યુ કે કંઈ પરિસ્થિતિયોમાં મસરત આલમને મુક્ત કરવામાં આવ્યો. જ્યારે કે તેના વિરુદ્ધ 15 કેસ ચાલી રહ્યા છે. રવિવારની રજા હોવા છતા ગૃહમંત્રાલયે કાશ્મીર ડિવીઝનના અધિકારી આ મુદ્દે તથ્ય એકત્ર કરતા દેખાયા. સૂત્રો મુજબ આ મુદ્દે ગૃહસચિવ એલસી ગોયલે જમ્મુ કાશ્મીરના ડીજીપી સાથે ફોન પર વાત કરી. 
 
 મોદી પર કોંગ્રેસનુ નિશાન
 
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યુ કે પીએમ બતાવે અલગતાવાદી નેતા મસરત રાજનીતિક બંદી હતો કે આતંકી. શુ મસરત આલમ બીજેપીના રાષ્ટ્રવાદનો નવો ચેહરો છે.  
 
જમ્મુ બીજેપી ધાસાસભ્યોમાં રોષ 
 
જમ્મુ કાશ્મીર સરકારમાં ભાગીદારી છતા સ્થાનીક બીજેપીએ મસરત આલમને મુક્ત કરવાની નિંદા કરી છે. નૌશેરાના બીજેપી ધારાસભ્ય રવિંદર રૈનાએ ધમકી ભરેલા અંદાજમાં કહ્યુ કે બીજેપી દેશની સુરક્ષા અને સ્વાભિમાન માટે સરકારની કુર્બાની માટે તૈયાર છે. 
 
નાની જેલમાંથી મોટી જેલમાં આવ્યો 
 
અલગતાવાદી નેતા મસરત આલમને જેલમાંથી છૂટતા જ વિવાદિત નિવેદન આપતા કહ્યુ કે મેં મારી જીંદગીનો મોટાભાગનો સમય જેલમાં જ વીતાવ્યો છે. જેલમાંથી બહાર નીકળવા પર તેણે કહ્યુ કે હુ નાની જેલમાંથી નીકળીને મોટી જેલમાં આવી ગયો છુ.  જો મારી ફરીથી ધરપકડ કરવામાં આવે છે તો હુ એ માટે તૈયાર છુ.