શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

મહાદેવ દેસાઈ 16 કલાક કાર્ય કરતા હતા

મહાદેવ દેસાઈ 16 કલાક કાર્ય કાર્ય કરતા હતા જેમાંથી મહાત્મા ગાંધીજીના કામ સિવાય તેઓ નવજીવન માટે લેખન, ડાયરી લેખન તથા અન્ય કાર્યોનો સમાવેશ થાય છે. આ જ કારણે તેઓ ગાંધીજીના પ્રિય અને વિશ્વસનિય હતાં.

સુરત પાસે સરસ ગામમાં 1 જાન્યુઆરી 1982ના રોજ જન્મેલા મહાદેવ દેસાઈ બાળપણથી ભણવામાં હોશિયાર હતાં. તેમણે છાત્રવૃત્તિ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતું. સ્નાતક બાદ તેમણે એલએલબીની ડીગ્રી મેળવી. ભણવા માટે નાણા કમાવવા તેમણે લોર્ડ મોર્લેની રચનાનું ગુજરાતીમાં અનુવાદ કર્યુ હતું. તેમને ગુજરાત ફોર્બ્સ સોસાયટી તરફથી એક હજાર રૂપિયાનું ઈનામ પ્રાપ્ત થયું.

મહાદેવાભાઈ હંમેશા પગપાળા જ આવાતા અને જતા હતાં. તેઓ દિવસમાં 18..20 મીલ સુધી ચાલી લેતા હતાં.

મહાદેવભાઈની ગાંધીજી સાથે પહેલી મુલાકાત 3 નવેમ્બર 1917 ગોધરામાં થઈ હતી. ત્યારબાદ તેમની વચ્ચે એવો સંબંધ બંધાયો કે તે છેક 1942 સુધી જળવાઈ રહ્યો.

ગાંધીજી સાથેની પ્રથમ મુલાકાલથી તેમણે ડાયરી લખવાનુ શરૂ કરી દીધુ હતું. અને આ ક્રમ તેમના મૃત્યુના એક દિવસ સુધી એટલે કે 14 ઓગષ્ટ સુધી ચાલુ રહ્યો. મહાદેવ દેસાઈની ડાયરી 20 ખંડમાં પ્રકાશિત થઈ છે. જે મહાત્માગાંધીના ચરિત્ર અને દર્શનને સમજવા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

દેસાઈએ ચંપારણ,મીઠાનો સત્યાગ્રહ, બારડોલી વગેરે જેવા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.