શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2015 (16:04 IST)

મહિલાઓ પણ હવે ફાઈટર પ્લેન ઉડાવી શકશે : પહેલા કરાયો હતો ઈંકાર

એરફોર્સ ચીફ અરૂપ રાહાએ ગુરૂવારે મહ્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ફોર્સની ફાઈટર ટુકડીમાં હવે ટૂંક સમયમાં મહિલા પાયલોટોને પન શામેલ કરાશે રાહાએ હિંડન એરબેઝ પર એરફોર્સ ડે સેલિબ્રેશનની ઉજવણી દરમિયાન આ વાત જણાવી હતી કો કે આ મામલે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે જો તેમની તરફથી લીલી ઝંડી મળે તો એરફોર્સના લફાયક વિમાનોમાં મહિલા પાયલટ કામગિરી કરી શકશે જો આમ થશે તો આ પહેલ કરનાર વાયુસેના પ્રથમ બની રહેશે . જેના કોમ્બેટ મિશનમાં વુમન પાયલોટનો સમાવેશ કરાયો છે. એરફોર્સના નિર્ણય બાદ પાયદળ અને નૌકાદળ પણ આ પ્રકારના પગલા ઉઠાવી શકે છે . જો કે આ પહેલા ગત વર્ષે રાહાએ મહિલાઓને ફાઈટર પ્લેન ઉડાવવા માટે શારીરિક રીતે સક્ષમ નહી હોવાનું જણાવ્યું હતું . ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ કાર્ય પડકારજનક છે અને મહિલાઓ લાંબા સમય સુધી ફાઈટર પ્લેન ઉડાવવા માટે ફિટ હોતી નથી. ખાસ કરીને જ્યારે તેમની તબીયત ખરાબ હોય કે જ્યારે તેઓ પ્રેગનેંટ હોય કે ત્યારે તેમના માટે મુશ્કેલીઓ સર્જાય છે. 
 
જો કે હવે રાહાનું મંત્વ્ય બદલાયું છે અને તેમણે જણાવ્યું હતું કે હાલમાં વાયુસેના પાસે એવી મહિલા પાયલોટ છે જે ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર્સ ઉડાવે છે. હવે અમે તેમને ફાઈટર સ્ટ્રીમમાં લાવવા માંગીએ છીએ જેથી દેશની યુવા મહિલાઓ પોતાનું સપનું પુરૂ કરી શકે. જ્યાં સુધી નેવીની વાત છે તો ત્યાં મહિલાઓને યુદ્ધ જહાજની કમાન સોંપી શકાય નહી અને પાયદળમાં પણ તેમને લડાયક ટુકડીઓમાં સામેલ કરી શકાય નહી તેવું માનવામાં આવતું હતું પણ હવે સમય બદલાયો છે. 
 
અત્યાર સુધી એરફોર્સમાં મહિલાઓને પરમેનેંટ કમિશન આપવામાં આવતું ન હતું. તમની સર્વિસ મર્યાદિત રહેત ઈ હતી જો કે 2010માં દિલ્હી હાઈકોર્ટ આદેશ આપ્યો હતો કે મહિલાઓ આર્મી અને એરફોર્સમાં પરમેનેંટ કમિશન આપવામાં આવે ત્યારબાદ તેનો આરંભ થયો હતો. એરફોર્સમાં અત્યારસુધી મહિલાઓ ઓબઝ્ર્વર તરીકે જ કમા કરતી હતી. એરફોર્સમાં મહિલાઓની ભાગીદારી 8.5 ટકા છે જે ત્રણેય ફોર્સમાં વધારે છે . નૌકાદળમાં તેમની ભાગીદારી 2.8 ટકા છે અહીં પણ તેમને રણમોરચે મોકલવામાં આવતી નથી પણ તે એડમિનિસ્ટ્રેટિવ મેડિકલ અને એજ્યુકેશનલ વિંગમાં કામ કરે છે.