ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રાજકોટ , શુક્રવાર, 28 નવેમ્બર 2014 (13:58 IST)

મિલકત માટે મોટા ભાઈએ પોતાના નાના ભાઈ પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો

વાંકાનેરના મેસરિયા ગામ કોળી પરિવારમાં એક ભાઈએ બીજા ભાઈને સંપતિને કારણે જીવતો સળગાવી દેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ વાંકાનેર પંથકના મેસરિયા ગામે રહેતા દેવગણભાઈ નામના કોળી પરિવારને તેના જ મોટાભાઈ 
સદગુણભાઈ સાથે કૌટુંબિક મિલકત બાબતે માથકૂટ ચાલી રહી હતી. અગાઉ મોટાભાઈ સદગુણ દ્વ્રારા નાના ભાઈ દેવગણને બે વખત મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં એક વખત હુમલો કરવામાં આવ્યો હતો 
 
અને બીજી વખત ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારવા પ્રયત્ન કર્યો હતો . પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ત્રીજી બખતે મોતાભાઈ સદગુણ સહિત તેની પત્ની અને બે બાળકો ફરીથી દેવગણ ભાઈને મોતને ઘાટ ઉતારવા તેમના ઘરે આવ્યા હતા. જયાં દેવગણ ઓરડીમાં બાંધીને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દીધો હતો. 
 
દેવગણને બચાવા માટે પ્રયત્ન કરી રહેલી તેની પત્નીને પણ બેફામ માર મારતા તેઓને પણ સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન જ દેવગણનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે વાંકાનેર પોલીસ સ્ટેશનના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 
 
ભાઈએ ભાઈને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દેતા નાના એવા ગામમાં ભારે સનસનાટી મચી જવા પામી છે ભાયું ભાગમાં આવતી કીમતી મિલકત એકલા જ હજમ કરી જવાની વૃતિ સાથે અગાઉ બબ્બે વખત હત્યા કરવાની કોશિશમાં નિષ્ફળ નીવડેલા મોટાભાઈએ આજે અંતે મિલકત માટે સંબંધોની તમામ હદ વટાવી દેધી હતી. અને કોઈ દુશમન સાથે કરતા પણ અચકાય તેનું હીન કૃત્ય મોટાભાઈએ નાના ભાઈ સાથે કર્યું હતું અને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટનાને પગલે કોળી પરિવારના શોકની કાલીમા છવાઈ ગઈ છે.