ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જમ્મુ. , સોમવાર, 24 નવેમ્બર 2014 (11:20 IST)

મિશન કાશ્મીર - ત્યારે મોદીને ગંદી ગાળો આજે તેમના નામ પર વોટ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની શરૂઆત 25 નવેમ્બરથી થવાની છે. પણ બસોલી વિધાનસભ ક્ષેત્રથી બીજેપી કેંડિડેટ લાલ સિંહના 7 મિનિટના વીડિયો ક્લિપથી હાહાકાર થઈ ગયો છે.  
 
લોકસભા ચૂંટણી દરમિયાન લાલ સિંહે મોદી પર લાલ પીળા થતા ટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. લાલ સિંહ ત્યારે મોદી પર એટલા ગુસ્સે હતા કે આજે તેમને આ અંગે સફાઈ આપવામાં પરસેવો છૂટી રહ્યો છે. 
 
આ વિધાનસભા ચૂંટણીમાં લાલ સિંહ બસોલીથી બીજેપે કેંડિડેટ છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ જમ્મુમાં કોંગ્રેસના મોટા નેતાઓમાં સામેલ હતા. એ દરમિયાન તેમણે મોદી પર ખૂબ જ આપત્તિજનક ભાષામાં ખરુ ખોટુ સંભળાવ્યુ હતુ.  આ વર્ષે ઓગસ્ટમાં સિંહ બીજેપીમાં જોડાયા હતા. હવે જ્યારે તેઓ બીજેપીમાં જોડાયા છે તો તેમને માટે અને ભાજપા માટે આ વીડિયો શરમજનક પરિસ્થિતિ ઉભી કરી રહ્યો છે. 
 
સિંહે વીડિયોમા6 મોદી માટે ખૂબ જ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી સાથે મોદીની તુલના ન કરી શકાય. તેમણે બીજેપી નેતાઓના બેકગ્રાઉંડની મજાક ઉડાવતા કહ્યુ હતુ કે અમે તો કુતરા અને બળદ પણ ખરીદીએ છીએ તો તેમની નસલ જોઈને ખરીદીએ છીએ. 
 
લાલ સિંહે આ વીડિયોમાં કહ્યુ હતુ કે 'ક્યા રાજા ભોજ અને ક્યા ગંગુ તેલી ? ક્યા મોદીને રાહુલ ગાંધી સાથે મેળવી રહ્યા છો ? અમે તો કૂતરાને પણ રાખીએ છીએ તો નસ્લ જોઈને રાખીએ છીએ ભૈયા.. જાનવર પાળીએ છીએ ને ? ટગ્ગા હલ ચલાવવા મટે .. જો તેઓ ઉલ્ટી નાળવાળા મોટા ટોર વાળા મોટા પગવાળા હોય તો આપણે તેમને નથી પાળતા. જેની જાણ ખબર પણ ન હોય... જ્યારે લીડર નક્કી કરવાનો છે તો કશુ જોશો નહી ? 
 
લાલ સિંહ 18થી 20 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા. તેઓ ઉઘમપુરથી 2003 અને 2008 અને પછી 1996થી 2002 સુધી સાંસદ પણ રહ્યા છે. આ સાથે જ તેઓ 2003ની મુફતી મોહમ્મદ સઈદની આગેવાનીવાળી પીડીપી સરકારમાં સ્વાસ્થ્ય અને મેડિકલ એજ્યુકેશન મંત્રી પણ રહ્યા.  
 
આ વીડિયોમાં લાલ સિંહ હવે જેના નામ પર ધારાસભ્ય બનવા માંગે છે તેના પર હુમલો બોલવામા મર્યાદાની બધી સીમાઓ તોડી નાખી હતી.  સિંહે આ વીડિયોમાં કહ્યુ કે મને ખૂબ જ વિચિત્ર લાગે છે કે જ્યારે મોદી કશુ પણ કહે છે તો પબ્લિક તેમના પર વિશ્વાસ કેમ કરે છે. હુ ચકિત છુ કે એ વ્યક્તિ ખુદને ભગવાનની જેમ રજુ કરે છે. મને ખૂબ જ અફસોસ છે કે આ મોદી હવે કશુ પણ કહે છે. પહેલા રામ બન્યા હતા. તમને યાદ નથી પહેલા અડવાણીએ રથ યાત્રા કાઢી.. તેઓ રામ બનવા નીકળ્યા હતા. હવે જે લીડર ભગવાન બનશે એ ક્યારે પ્રાઈમ મિનિસ્ટર બનશે ?  એવુ નહી થાય. ક્યારેય નહી બની શકે. હવે આવી ગયા છે મોદી સાહેબ.. હુ જોઈ રહ્યો હતો માથા પર મુકુટ મુક્યો હતો એક હાથમાં સુદર્શન ચક્ર.. ચહેરો જોયો છે એમનો.. ભગવાન કૃષ્ણ બની રહ્યા છે.  આપણા હિન્દુઓને પણ આ વાત સમજાતી નથી. આ તો લોકોની શરાફત છે કે તેઓ ભગવાનને તેમની સામે ચરાવી રહ્ય છે. આ શરમજનક છે. 
 
હવે લાલ સિહ એકદમ બેકફુટ પર છે. જ્યારે તેમને મોદી પર આપત્તિજનક ટિપ્પણી વિશે પુછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે હુ મોદીજીની નિંદા ત્યારે વિપક્ષના નેતાના રૂપમાં કરી હતી. ઈલેક્શન દરમિયાન અમે વિપક્ષી નેતાઓ પર અનેક વાતો કહીએ છીએ. મને ઈલેક્શન જીતવુ હતુ તેથી મે એવુ કહ્યુ. પણ હવે તેનો કોઈ મતલબ નથી. 
 
હવે બધા જાણે છેકે મોદીજી દેશના ભવિષ્યને ચમકાવવા નીકળ્યા છે. જ્યારે બીજેપીને આ અંગે પુછવામાંઅ અવ્યુ તો પાર્ટી મહાસચિવ અને બીજેપીના જમ્મુ કાશ્મીરના પોલ કૈપેન પ્રભારી રામ માઘવે કહ્યુ કે રાજનીતિમાં લોકો પોતાની પાર્ટીની જ લાઈન લે છે.  જ્યારે તમે બીજી પાર્ટીમાં શિફ્ટ કરો છો તો જૂના નિવેદનોથી વિવાદ ઉભો થાય છે. હવે તમારે આ વ્યક્તિને પુછવુ જોઈએ કે શુ એ આજે પણ એવા જ વિચાર ધરાવે છે.