ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર. , ગુરુવાર, 21 ઑગસ્ટ 2014 (11:03 IST)

મિશન કાશ્મીર - મોદી સરકાર દ્વારા પાકિસ્તાન સાથે મંત્રણા બંધ કરવાનું સાચુ કારણ શુ ?

પાકિસ્તાન સાથે સચિવ સ્તરીય વાટાઘાટો બંધ કરવાનુ મોદી સરકારનું છુપુ કારણ જમ્મુ કાશ્મીરના આ વર્ષના અંતે આવતી વિધાનસભા ચૂંટણીઓ હોઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી માટે જમ્મુ કાશ્મીર પહેલાથી કેન્દ્ર સ્થાને રહ્યુ છે. અહીની કુલ 87 વિધાનસભા સીટો પૈકી 44 સીટો મેળવીને સત્તા મેલવવાનું ભાજપનું લક્ષ્ય છે. 
 
લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપની જમ્મુમાં કારમી હાર થઈ હોવા છતા પણ અહીથી 37 વિધાનસભા સીટ મેળવવાનો લક્ષ્યાંક રાખી રહ્યુ છે. આ ઉપરાંત લદ્દાખમાં પણ ચાર સીટો છે. જે પૈકી એકમાં બીજેપીની સાંસદ થુપસ્યાન યેવાંગ પ્રતિનિધિત્વ કરે છે. જેનો લોકસભા ચૂંટણીમાં પાતળી સરસાઈથી વિજય થયો હતો.  
 
જમ્મુ-ઉધમપુર પટ્ટો અને લદ્દાખની ચાર વિધાનસભા સીટ મળીને કુલ 41 સીટ થાય છે. જે ભાજપના મિશન 44ની એકદમ નિકટ છે. જે સામાન્ય થઈ શકે તેવુ શક્ય હશે તો પક્ષના પ્રમુખ અમિત શાહને અહી પણ મિશન પાર પાડવા ઉતારવામાં આવે તેવી શક્યતા છે. અન્ય ત્રણ સીટો માટે શાહ લધુમતી પક્ષો સાથે સાંઠગાંઠ કરી શકે છે. 
 
ભારત પાક વચ્ચે 25 ઓગસ્ટના રોજ સચિવ સ્તરીય મંત્રણા યોજાવા જઈ રહી ત્યારે જ પાકિસ્તાને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવા સહિત સીઝ ફાયરનું ઉલ્લંઘન શરૂ રાખતા ભારતે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાવુ પડ્યુ હતુ. આ ઉપરાંત પાકિસ્તાનના સત્તાધીશોએ મંત્રણા પહેલા હુરિયત નેતા સાથે વાત કરતા ભારત નારાજ થયુ હતુ. 
 
એક જાણીતા દૈનિકના અહેવાલ મુજબ ભાજપે લોકસભા ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 દૂર કરવાની વાત કહી હતી. જેવી નવી સરકાર આવી કે જીતેન્દ્ર સિંહે એવુ નિવેદન કર્યુ હતુ કે આ અંગેની પ્રકિયા શરૂ છે. ઉલ્લેખનીય છે કે સિંઘ ઉધપુરમાંથી સાંસદ છે. જ્યા તેમણે કોંગ્રેસના વરિષ્થ નેતા ગુલામ નબી આઝાદને હરાવ્યા હતા. સિંહનું આ પ્રકારનું નિવેદન ભાજપ જમ્મુ-કાશ્મીરમાં શુ હાંસલ કરવા માંગે છે તે દર્શાવી જાય છે. 
 
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે પ્રથમ ભારતીય વડાપ્રધાન તરીકે કાશ્મીરની મુલાકાત લેનાર અમોદી બે વાર અહી આવી ગયા હોવા છતા પણ તેમણે કાશ્મીર ખીણ પ્રદેશની મુલાકાત લીધી નથી. જો આ વેલીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે તો ભાજપનું મિશન 44 રોળાઈ શકે. તેથી તેઓ આ મિશન સુધી પહોંચવા તેમની જમ્મુ-ઉધમપુર-લદાખ માર્ગ જ બચ્યો છે.