ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (13:10 IST)

મેલું ઉઠાવવુ આધ્યાત્મિક અનુભવ - મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં ઘરે ઘરે શૌચાલય બનાવવાની જોર શોરથી વાત કરી. પણ તેમણે મેલુ ઉઠાવવાના અમાનવીય વ્યવસાયમાં લાગેલ લોકો વિશે કશુ જ નથી કહ્યુ. 
 
જો કે સાત વર્ષ પહેલા એક પુસ્તકમાં મોદીએ આ કામને આધ્યાત્મિક અનુભવ બતાવ્યો હતો. તેમને આને  'સંસ્કાર' કહ્યા હતા અને આને ફક્ત એક વ્યવસાય માનવાની ના પાડી દીધી હતી. પુસ્તક પર બવાલ થતા ગુજરાત સરકારે તેને રાતોરાત પરત લીધી હતી. છેવટે એવુ તો શુ લખ્યુ હતુ આ પુસ્તકમાં ? 
 
ગુજરાતના હજારો સફાઈ કર્મચારી કદાચ એ જ માને છે કે વર્ષ 2007માં ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાના પુસ્તક 'કર્મયોગ' માં જે વિચાર વ્યક્ત કર્યા હતા હવે કદાચ બદલાય ગયા હોય.  સાથે જ તેમને ભય એ વાતનો છે કે મોદીના વિચાર જો નથી બદલાયા તો તેમના બાળકો અને આવનારી પેઢીયો પણ લોકોનુ મેલું જ સાફ કરતા રહેશે. 
 
બબાલ પછી પુસ્તક પરત કરવામાં આવ્યુ 
 
ઓક્ટોબર 2007માં નરેન્દ્ર મોદીનુ પુસ્તક 'કર્મયોગ' ની લગભગ 4000 કોપીઓ છપાઈ હતી પણ રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતાને કારણે પુસ્તક વહેંચાયા નહી. પણ ચૂંટણી પછી સરકારે અચાનક બધી કોપીઓ પરત લઈ લીધી. 
ટાઈમ્સ ઓફ ઈંડિયાના પૂર્વ રાજનીતિક સંપાદક રાજીવ શાહ જણાવે છેકે "મને ગુજરાત સરકારના એક મોટા ઓફિસર પાસેથી પુસ્તકની કોપી પહેલા જ મળી ગઈ હતી.  જ્યારે મે તેને જોઈ તો મોદીએ દલિત અને જાતિગત માળખાથી લઈને અનેક આપત્તિજનક વાતો લખી છે તો મે આ અંગે ટાઈમ્સ ઓફ ઈંડિયામાં લખ્યુ.  ત્યારબાદ બવાલ મચી અને તેને સરકારે પરત લઈ લીધી."  
 
ગુજરાત સરકારમાં શ્રમ મંત્રી અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રભારી દિલીપ ઠાકોર કહે છેકે જે વર્ષે પુસ્તક છપાયુ હતુ ત્યારે હુ સરકારમાં નહોતો. મને હએ આટલા વર્ષ પછી યાદ પણ નથી કે મે એ પુસ્તક વાચ્યુ હતુ કે નહી કે પછી તેમા કશુક આપત્તિજનક લખ્યુ હતુ કે નહી. 
 
 
મોદીની કલમથી... 
 
પોતાના પુસ્તક 'કર્મયોગ' ના પેજ નંબર 48 પર નરેન્દ્ર મોદી લખે છે, "આધ્યાત્મિકતાના જુદા જુદા અર્થ થાય છે. સ્મશાનમાં કામ કરનારા માટે આધ્યાત્મિકતા તેમનુ રોજનુ કામ છે. મૃત દેહ આવશે મૃત દેહ સળગાવશે. જે શૌચાલયમાં કમ કરે છે તેની આધ્યાત્મિકતા શુ ? ક્યારેય એ વાલ્મીકિ સમાજના માણસ જે મેલુ ઉઠાવે છે ગંદકી દૂર કરે છે તેમની આધ્યાત્મિકતાનો અનુભવ કર્યોક છે ? 
 
આ જ પેજ પર તેઓ આગળ લખે છે કે "તેણે ફક્ત પેટ ભરવા માટે આ કામ સ્વીકાર્યુ હોય એવુ હુ નથી માનતો, કારણ કે તો એ લાંબા સમય સુધી આ કામ નથી કરી શકતો.  પેઢી દર પેઢી તો ન જ કરી શકતો. એક જમાનામાં કોઈને આ સંસ્કાર થયા હશે કે સંપૂર્ણ સમાજ અને દેવતાની સાફ સફાઈની જવાબદારી મારી છે અને એ માટે આ કામ મારે કરવાનું છે.  મોદી લખે છે, "આ કારણે સદીયોથી સમાજને સ્વચ્છ રાખવુ, તેની અંદરની આધ્યાત્મિકતા હશે.  એવુ તો નહી હોય કે તેના પૂર્વજોને બીજી કોઈ નોકરી કે ધંધો નહી મળ્યો હોય"