શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (11:13 IST)

મોદી અને મુફતીની મુલાકાતમાં BJP-PDPની ડીલ સીલ થઈ

જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની પ્રક્રિયા આજે પીડીપી નેતા અને જમ્મુ કાશ્મીરના ભાવિ મુખ્યમંત્રી મોહમ્મદ સઈદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત 7RCR પર થઈ. આ દરમિયાન ન્યૂનતમ ઓછા કાર્યક્રમ પર ચર્ચા થઈ. 
 
ઉલ્લેખનીય છે કે પીડીપીના મુફતી મોહમ્મદ સઈદ 1 માર્ચના રોજ મુખ્યમંત્રી પદની શપથ લેશે. મુફ્તી મોહમ્મદ સઈદ 1 માર્ચના રોજ સવારે 11 વાગ્યે બીજેપી-પીડીપી સરકારમાં મુખ્યમંત્રી પદની શપથ લેશે. બંને તરફથી 6-6 મંત્રી શપથ લઈ શકે છે. 
 
બીજેપીના નિર્મલ સિંહ ડિપ્ટી સીએમ રહેશે. ધારા 370 અને અફ્સપા પર બંને દળોમાં સહમતિ બની ગઈ છે ઓછામાં ઓછા ભેગા કાર્યક્રમ પર નવી સરકાર ચાલશે. પીડીપીની નેતા મહેબુબા મુફ્તી અને બીજેપીના અધ્યક્ષ અમિત શાહે થોડા દિવસો પહેલા દિલ્હીમાં મુલાકાત કરી હતી. જ્યાર પછી તેમણે રાજ્યમાં ગઠબંધન સરકારની રચનાની જાહેરાત કરી હતી. 
 
23 ડિસેમ્બરના રોજ આવેલ ચૂંટણી પરિણામોમાં ખંડિત જનાદેશ આવ્યો હતો. પીડીપી 28 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે કે બીજેપીને 25 સીટો મળી હતી. નેશનલ કોન્ફ્રેંસને 15 અને કોંગ્રેસને 12 સીટોથી સંતોષ કરવો પડ્યો હતો.