શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (11:11 IST)

મોદી સરકારની કડક એક્શન છતા આજે પણ અલગતાવાદીઓ સાથે વાત કરશે પાકિસ્તાન

કાશ્મીરના સ્વતંત્રતાવાદી નેતાઓ સાથે પાકિસ્તાની હાઈ કમિશ્નરની મુલાકાતથી નારાજ ભારતે ભલે સચિવ સ્તરની વાતચીત રદ્દ કરી દીધી હોય.  પણ પાકિસ્તાન અને અલગતાવાદીઓનુ વલણ બદલાતુ જોવા નથી મળી રહ્યુ. મોદી સરકારે ચુસ્ત વલણ અપનાવ્યા છતા કાશ્મીરના અલગતાવાદી નેતા મંગળવારે પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિત સાથે મુલાકાતની પ્રક્રિયા ચાલુ રાખવા પર અડી રહ્યા છે. કાશ્મીરના સ્વતંત્રવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને સૈયદ અલી શાહ ગિલાની મંગળવારે અબ્દુલ બાસિત સાથે મુલાકાત કરશે. ગિલાનીની અબ્દુલ બાસિત સાથે બપોરે 3 વાગ્યે મુલાકાત થવાની છે. ગિલાની નવી દિલ્હી માટે શ્રીનગરથી રવાના પણ થઈ ચુક્યા છે. પાકિસ્તાની હાઈ કમિશ્નર સાથે મુલાકત પર અડેલા ગિલાનીએ કહ્યુ સચિવ સ્તરની વાતચીત રદ્દ થવા છતા અમે નવી દિલ્હી જઈશુ અને પાકિસ્તાની હાઈ કમિશ્નરને મળીશુ. ગિલાનીએ એ પણ કહ્યુ કે ભારત કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છતુ નથી.  
 
 
ગૃહ મંત્રાલયમાં બેઠક 
 
કાશ્મીરના અલગતાવાદી નેતાઓની પાકિસ્તાનના હાઈ કમિશ્નર અબ્દુલ બાસિત સાથે મુલાકાતને લઈને ભારત સરકાર સાવચેત થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં ગૃહ મંત્રાલયમાં એક બેઠક થઈ રહી છે. બેઠકમાં અલગતાવાદીઓની બાસિત સાથે મુલાકાત કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચાની શક્યતા બતાવાય રહી છે. 
 
ભારતે વાંધો ઉઠાવ્યો છતા અલગતાવાદીઓ સાથે ભેટ 
 
સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સરકારે કહ્યુ હતુ કે પાકિસ્તાનના હાઈ કમિશ્નર કાશ્મીરના અલગતાવાદીઓને ન મળે. પણ પાકિસ્તાન સરકારે ભારતના વિરોધને બાજુ પર મુકીને અલગતાવાદીઓ સાથે મુલાકાત કરી હતી. કાશ્મીરી સ્વતંત્રવાદી નેતા શબ્બીર શાહે પોતાની મુલાકાતને યોગ્ય ઠેરવતા કહ્યુ કે પ્રધાનમંત્રીની આ મુલાકાતને લઈને સકારાત્મક રવૈયા અપનાવવો જોઈએ. સાબિર શાહે કહ્યુ કે આ મામલો એ લોકો સાથે જોડાયેલો છે. આવામાં તેમની સાથે વાતચીત નહી કરવામાં આવે તો કોની સાથે કરવામાં આવે ?  શબ્બીરના મુજબ આ મુલાકાતમાં કોઈ ખરાબી નથી. ભારત સરકારે શબ્બીર અને બાસિતની મુલાકાતને પાકિસ્તાનનું નકારાત્મક વલણ  અને ભારતના મામલામાં બિનજરૂરી દખલગીરી બતાવી. સરકારે પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ મોટો નિર્ણય કરતા ભારતની વિદેશ સચિવ સુજાતા સિંહ અને પાકિસ્તાનના વિદેશ સચિવની વચ્ચે 25 ઓગસ્ટની બેઠક રદ્દ કરવાની જાહેરાત કરી દીધી. 
 
પાકિસ્તાને કહ્યુ, મૈત્રી સંબંધોની કોશિશને ઝટકો લાગ્યો 
 
પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી રજૂ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વિદેશ સચિવ સ્તરની વાતચીત રદ્દ કરવાથી ભારત અને પાકિસ્તાનના સંબંધોને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે બંને દેશો વચ્ચે કોઈપણ વાતચીત પહેલા કશ્મીરી અલગતાવાદી નેતાઓ સાથે પાકિસ્તાનની વાતચીત સ્થાપિત પરંપરા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ કહ્યુ ભારત સરકારના નિર્ણયથી અમારા નેતૃત્વની એ કોશિશોને ઝટકો લાગ્યો છે જેના હેઠળ ભારત સાથે એક સારા પડોશી જેવા સંબંધોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા.