શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લંડન. , મંગળવાર, 31 માર્ચ 2015 (11:54 IST)

મોદી સહિત 31 નેતાઓની પર્સનલ માહિતી થઈ સાર્વજનિક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના 31 નેતાઓમાં સામેલ છે જેમની વ્યક્તિગત માહિતી ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં જી-20 શિખર સંમેલનમાં ભૂલથી સાર્વજનિક થઈ ગઈ. 
ગાર્ડિયન છાપાના સમાચાર મુજબ ગયા વર્ષે નવેમ્બરમાં બ્રિસબેનમાં જી-20 દેશોના નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેનારા નેતાઓના પાસપોર્ટ નંબર, વીઝા વિગત અને અન્ય વ્યક્તિગત માહિતી ઓસ્ટ્રેલિયાઈ આવ્રજન વિભાગના એક કર્મચારીના ઈ-મેલ મોકલવામાં થયેલ ભૂલથી એશિયન કપ ફૂટબોલ ટૂર્નામેંટના આયોજકો પાસે પહોંચી ગઈ. 
 
સમાચાર મુજબ મોદી ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જર્મન ચાંસલર, એંજેલા મર્કેલ, ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગ, જાપાનના પ્રધાનમંત્રી શિંજો અબે,  ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો અને બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કૈમરન એ નેતાઓમાં સામેલ છે જેમના વિશે માહિતી સાર્વજનિક થઈ ગઈ. 
 
સાત નવેમ્બર 2014ની ઘટના વિશે સૂચના આપવા માટે અને ફૌરી સલાહ માંગવા માટે ઓસ્ટ્રેલિયાઈ વ્યક્તિગત પ્રમુખને ઓસ્ટ્રેલિયા આવ્રજન અને સીમા સુરક્ષા વિભાગના નિદેશકે સંપર્ક કર્યો. જો કે છાપાએ દાવો કર્યો છે કે આ ઘટના વિશે જી-20 દેશોના નેતાઓને સૂચના આપવી જરૂરી નથી સમજાઈ. 
 
અધિકારીએ લખ્યુ કે વ્યક્તિગત માહિતી જે સાર્વજનિક થઈ ગઈ તેમા 21 આંતરરાષ્ટ્રીય નેતાઓના નામ, જન્મ તિથિ. પદ પાસપોર્ટ નંબર, વીઝા નંબર અને વીઝા ઉપવર્ગનો સમાવેશ છે.  તેમણે જણાવ્યુ કે આ માહિતી સાર્વજનિક થવાનુ કારણ માનવીય ભૂલ છે.