શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2016 (12:58 IST)

મોદીએ અશુભ મુહૂર્તમાં શપથ લીધા તેથી દેશ પર અનેક આફતો આવી - લાલૂ પ્રસાદ

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે પટનામાં રવિવારે પત્રકારો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન તાક્યુ. રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદે રવિવારે કહ્યુ કે તેમના અશુભ સમયમાં શપથ લેવાને કારણે દેશમાં વિપદાની ભરમાર થઈ છે. લાલૂએ તર્ક આપ્યુ કે મોદીએ ખોટા સમય શપથ લીધી જેના કારણે દેશમાં વિપદાની ભરમાર છે. જો કે તેમણે વિપદાઓ વિશે કોઈ વિગત આપી નથી. 
 
આ સાથે જ લાલૂએ વર્ષ 2019ના લોકસભા ચૂંટણીમાં નીતીશન પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઈને ચાલી રહેલ નિવેદનબાજી અને ચર્ચા પર કહ્યુ કે તેઓ પહેલા પણ કહી ચુક્યા છે કે અમારા નાના ભાઈ નીતીશ કુમાર જો પ્રધાનમંત્રી બની જાય તો અમને શુ ખુશી નહી થાય. તેમણે સવાલિયા અંદાજમાં કહ્યુ કે પ્રધાનમંત્રી પદ અમારા લોકો માટે પ્રાથમિકતા નથી. દેશ સામે વર્તમાનમાં જે સમસ્યાઓ આવીને ઉભી છે તેનો જવાબ સંઘ અને ભાજપાવાળા આપે. 
 
તેમણે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રીની વાત તેમના ભાષણ અને તેમની ઘોષણાને દેશભરમાં કોઈ નોટિસ કરતુ નથી. પ્રધાનમંત્રીને કારણે ગંગા નદી સૂકાય ગઈ. ગંગાને સ્વચ્છ બનાવવાની જાહેરાત પછી શુ કર્યુ. તેઓ સ્ટેંડ અપ ઈંડિયાની વાત કરે છે. તેઓ એ જણાવે કે અગાઉ લોકસભા ચૂંટણીના સમયે કાળાનાણાને પરત લાવવાનુ જે વચન આપ્યુ હતુ તેનુ શુ થયુ.