શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 28 જુલાઈ 2014 (11:18 IST)

મોદીએ સાંસદોને આપ્યુ ટાસ્ક, લોકોને સમજાવો કે સારા દિવસો આવી રહ્યા છે

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી માટે છત્તીસગઢના અંબિકાપુરમાં લાલ કિલ્લા જેવા દેખાતો મંચ બનાવ્યો હતો. હવે મોદી હકીકતમાં દિલ્હીના લાલકિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. 
 
લોકસભા ચૂંટ્ણી પ્રચાર દરમૈયાન નરેન્દ્ર મોદીનો કાફલો અચ્ચે દિન આનેવાલે હૈ હેઠળ ખૂબ હિટ રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે પાર્ટીના સાંસદ હવે લોકોને અહેસાસ અપાવવાનુ શરૂ કરે કે અચ્છે દિન આને લગે હૈ.. આ ઉપરાંત કેબિનેટ સેક્રેટરી અજીત સેઠે સરકારના બધા મંત્રાલયો અને વિભાગોને બજેટ પ્રસ્તાવો પર 10 ઓગસ્ટથી કામ શરૂ કરવા માટે કહ્યુ છે. આવુ એ માટે કે જેથી પ્રધાનમંત્રી મોદી જ્યારે 15 ઓગસ્ટને દિલ્હીના લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરે તો તેની પાસે  તેમની પાસે ઠોસ વાત હોય.   
 
'સારા દિવસોનો અહેસાસ' 
 
સરકાર બનાવવાના બે મહિના પછી મોદીએ નિર્દેશ આપ્યો છે કે પાર્ટી સાંસદ હવે લોકો સાથે મળીને તેમને સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામ કાજ વિશે જણાવે. સારા દિવસો લાવવાનુ વચન ભારે બહુમતથી સરકાર બનાવનારા નરેન્દ્ર મોદીએ હવે જનતા સુધી આ વિશે સંદેશ પહોંચાડવા માટે પોતાના સાંસદો તૈયાર કરવા શરૂ કર્યા છે.  આ માટે તે વારાફરતી સાંસદોની મુલાકાત કરી રહ્યા છે. મોદી અત્યાર સુધી દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના બીજેપી સાંસદોને મળી ચુક્યા છે. પ્રધાનમંત્રી તેમને સમજાવી રહ્યા છે કે તેઓ પોત પોતાના સંસદીય ક્ષેત્રના લોકોને મળે અને તેમને જણાવે કે સરકાર તરફથી અચ્ચે દિન લાવવાની દિશામાં શુ શુ પગલા ઉઠાવ્યા છે. તેમને જનતાને એ સમજાવવા માટે કહી રહ્યુ છે કે કેન્દ્ર સરકાર કેટલાક કડક નિર્ણય લઈ રહી છે જેથી સામાન્ય માણસને તેના લાંબા અંતરે ફાયદા મળી શકે. 
 
બજેટની જાહેરાતોના અમલ પર સરકારની નજર 
 
પીએમઓ બજેટમાં કરવામાં આવેલ અમલીકરણ પર નજર રાખી રહ્યા છે. સાથે જ બીજા પોલીસી સંબંધિત મુદ્દાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે મોદી પહેલીવાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા નવી સરકારની ઉપલબ્ધિઓ ગણાવશે. 
 
કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે કે 'વિચાર એ છે કે બજેટની જાહેરાતો પર અમલીકરણ કરવા માટે ઝડપથી પગલા લેવામાં આવે. બજેટમાં કરવામા આવેલ જાહેરાતોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યુ છે. જેથી તેના પર અમલ કરવનુ કામ 10 ઓગસ્ટ પહેલા શરૂ થઈ જાય.' નાણામંત્રી અરુણ જેટલીએ 10 જુલાઈના રોજ મોદી સરકારનુ પ્રથમ બજેટ રજૂ કર્યુ હતુ. સામાન્ય રીતે બજેટમાં કરવામાં આવેલ જાહેરાતો લાગૂ કરવાના કામમાં ઝડપ ત્યારે આવે છે જ્યારે આગામી વર્ષના માટે બજેટ રજૂ કરવાનો સમય નિકટ આવે. પણ આ બધા વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે કે ફાઈલ દબાવીને ન બેસે અને તરત જ નિર્ણય લેવામાં આવે અને લાગૂ કરવામાં આવે. 
 
બજેટની જાહેરાત પર ઝડપથી કામ 
 
બજેટમાં કરવામાં આવેલ જાહેરાતો પર અમલ કરવાની શરૂઆત થઈ ચુકી છે. બીમા સેક્ટરમાં એફડીઆઈની સીમા વધારવાનો પ્રસ્તાવ કેબિનેટ મંજુર પણ કરી ચુક્યા છે. ડિફેંસ અને રેલવેમાં એફડીઆઈને લઈને પણ ટૂંક સમયમાં જ નિર્ણય લઈ શકાય છે. બજેટની જાહેરાતોને લાગૂ કરવા માટે કામ કરી રહેલ નાણાકીય મંત્રાલયના એક અધિકારીનુ કહેવુ છે, 'સરકારી ઓફિસોમાં આ સમયે જલ્દી પગલા ઉઠાવવા પર જોર છે.'.