બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 27 જૂન 2013 (18:07 IST)

મોદીની ઠાકરે સાથે મુલાકાત, સંબંધો સુધારવાની કોશિશ !!

,
P.R
શિવસેનાના સતત હુમલા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા. ઉદ્ધવએ મુખપત્ર સામનામાં મોદીને ઉત્તરાખંડ મુલાકાતને લઈને તીખી આલોચના કરી અને પછી સફાઈ પણ આપી હતી.

લોકસભા ચૂંટણીના સંદર્ભમાં મોદીએ મહારાષ્ટ્ર બીજેપીના નેતાઓ સાથે પણ મુલાકાત કરી. ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યા પછી મોદીની આ પ્રથમ મહારાષ્ટ્ર મુલાકાત છે.


જોકે સામના માં છપાયેલા લેખ પર સમાચાર સામે આવ્યા બાદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ચોખવટ કરી કે તેમણે ઉત્તરાખંડ પ્રવાસ માટે મોદીની આલોચના નથી કરી. તેમણે કહ્યુ કે મોદી પાસેથી દેશને ખૂબ વધુ આશા છે.

ઉદ્ધવ ઠાકરે એ કહ્યુ કે અમે લેખમાં જે કહ્યુ છે તે અમારી અપેક્ષા છે. પ્રચાર કરનારાઓને અમે કહ્યુ કે મોદીજીએ જે સારુ કામ કર્યુ તેને સંકુચિત ન કરો. આખા દેશ માટે જો તેઓ કામ કરી રહ્યા છે કે પછી કરવા માંગે છે તો તેમની તેવી જ છબિ સામે લાવો.

ઉલ્લેખનીય છે કે 'સામના'મા ઉદ્ધવ ઠાકરેએ મોદીના ઉત્તરાખંડ પ્રવાસ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઠાકરેએ લખ્યુ હતુ કે મોદીએ ફક્ત ગુજરાતીઓની વાત ન કરવી જોઈએ. તેઓ દેશના નેતા છે અને તેમણે બધાની વાત કરવી જોઈએ.