ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મૌની અમાવસ્યાએ મહાકુંભમાં મચી ભગદડ, 36ના મોત

P.R

રેલ્વે સ્ટેશન પર રવિવારની સાંજે મચેલ ભગદડમાં ઓછામાં ઓછા લોકોના મોત થઈ ગયા અને ઘણા ઘાયલ થઈ ગયા. ભગદડના સમયે સ્ટેશન પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર હતા, જે મહાકુંભથી પવિત્ર સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને ટોચ સ્તરના સૂત્રોએ જણાવ્યુ કે ભગદડમાં 20 લોકોના મોત થઈ ગયા. આ ભગદડ સાંજે લગભગ સાત વાગ્યે મચી. એ સમયે પ્લેટફોર્મ નંબર પાંચ અને છ પર મોટી સંખ્યામાં લોકો જમા હતા.

પ્રત્યક્ષદર્શિયોએ જણાવ્યુ કે સ્ટેશન પર એક ટ્રેનના આવવાની જાહેરતા થતા અચાનક પ્લેટફોર્મ પર તરફ વધવા લાગ્યા. અધિકારીઓએ પ્લેટફોર્મ 6 ને સીલ કરી દીધુ. કેટલાક પ્રત્યક્ષદર્શીઓ મુજબ પોલીસની તરફથી લાઠીચાર્જ થયો. જો કે મંડળ રેલવે પોલીસ પ્રબંધક હરિંદર રાવે આ વાતનો ઈંકાર કર્યો છે.

શરૂઆતના સમાચારમાં કહેવામાં આવ્યુ ક એક ફુટબ્રિઝની રેલિંગ તૂટ્યા પછી ભગદડ મચી,પણ રેલવે મંત્રી પવન કુમાર બંસલનું કહેવુ છે કે એવુ કશુ નથી બન્યુ. બંસલે કહ્યુ કે પ્લેટફોર્મ પર ખૂબ ભીડ થવાથી ભગદડ મચી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે સ્ટેશન પર એ સમયે લગભગ ચાર હજાર લોકો હતા, જ્યા ભગદડ મચી. પ્રધાનમંત્રી મનમોહન સિંહે દુર્ઘટનામાં માર્યા ગયેલ લોકો પ્રત્યે દુ:ખ પ્રગટ કર્યુ અને રેલવે મંત્રાલયને આદેશ આપ્યો કે દરેક શક્ય મદદ કરે. ઉત્તરપ્રદેશ સરકારે ઘટનામાં માર્યા ગયેલ લોકોના પરિવારજનોને પાંચ લાખ અને ઘાયલોને માટે એક એક લાખ રૂપિયાનું વળતરનુ એલાન કર્યુ છે.

માનવામાં આવી રહ્યુ છે કે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગની સ્ત્રીઓ વૃદ્ધ હતી. જેમાથી કેટલીક સીડી પરથી પડતી ગઈ. ભાગદડમાં ઘાયલ થયેલ પોતાના પિતાના મોતના સમાચાર સાંભળ્યા બાદ એક મહિલાને એ કહેતા સાંભળી 'મારા પિતા શહીદ થઈ ગયા ? કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાને કારણે મૃતક સંખ્યા વધવાની આશંકા બતાવવામાં આવી રહી છે.

ટીવી ચેનલો પર બતાવવામાં આવેલ તસ્વીરોમાં એક વ્યક્તિની આંખોમાં આંસુઓની સાથે પોતાના પિતાને માટે મેડિકલ હેલ્પ માટે ચીસો પાડતો જોવા મળ્યો. સાક્ષીઓના મુજબ કેટલાક લોકોની લાશ કલાકો સુધી એમને એમ પડી રહેલી જોવા મળી અને એજંસીઓમાં દુર્ઘટનાને લઈને કોઈ ત્વરિત પગલાં લેતા ન જોવા મળ્યા. એક ઘાયલે કહ્યુ કે ગર્દી પર કંટ્રોલ કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો.

બંસલે કહ્યુ કે અલ્હાબાદ રેલવે સ્ટેશન પર જમા ભીડને ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે મૌની અમાસના પ્રસંગે સ્નાન કરીને પરત ફરી રહેલ હજારો શ્રદ્ધાળુઓથી ભરાય ગયો. તેમણે કહ્યુ કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે. બંસલે કહ્યુ કે આ ઘટનામાંબ્માર્યા ગયેલા દરેક મૃતકો અને ઘાયલોને વળતર આપવાની કાર્યાલયે જાહેરાત કરી છે. જેને પ્રધાનમંત્રી રાહતકોષમાંથી આપવામાં આવશે.