ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 21 જુલાઈ 2014 (11:51 IST)

યૂપીએ સરકાર બચાવવા માટે એક ભ્રષ્ટ જજનુ પ્રમોશન કરવામાં આવ્યુ - જસ્ટિસ કાટજુ

સુપ્રીમ કોર્ટના જજ અને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલ માર્કડેય કાટજૂના દાવાને લઈને આજે રાજ્યસભામાં એઆઈએડીએમકે સાંસદોએ ખૂબ હંગામો કર્યો. જેને કારણે સદનની કાર્યવાહી રોકવી પડી. બીજી બાજુ લોકસભામાં પણ એઆઈએડીએમકે સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો.  
 
જસ્ટિસ કાટજૂનો દાવો છે કે યુપીએ સરકારને પડતી બચાવવા માટે એક ભ્રષ્ટ જજનુ પ્રમોશન કરવામાં આવ્યુ હતુ. જસ્ટિસ કાટજૂના મુજબ જ્યારે તેઓ જીલ્લા જજ હતા ત્યારે તેમના કામકાજને લઈને મદ્રાસ હાઈકોર્ટના અનેક જજોએ પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી હતી. પણ મદ્રાસ હાઈકોર્ટે તત્કાલિન ચીફ જસ્ટિસે પોતાની કલમની તાકતથી એક ઝટકામાં બધી પ્રતિકૂળ ટિપ્પણીઓને હટાવી દીધી અને આ જજ હાઈકોર્ટમાં એડિશનલ જજ બની ગયા  
 
જસ્ટિસ કાટજૂનુ કહેવુ છે કે નવેમ્બર 2004માં તેમના મદ્રાસ હાઈકોર્ટના જજ બનતા સુધી તેઓ જજ આ પદ પર રહ્યા. આ જજને તમિલનાડુના એક મોટા નેતાનુ સમર્થન મળ્યુ હતુ. જસ્ટિજ કાટજૂનુ કહેવુ છે કે આ જજના વિશે ભ્રષ્ટાચારની અનેક રિપોર્ટ્સ મળ્યા પછી તેમણે ભારતના ચીફ જસ્ટિસ આરસી લોહાટીને આ જજના વિરુદ્ધ ગુપ્ત તપાસની સિફારિશ કરી હતી. પછી જસ્ટિસ લોહાટીએ ફોન પર બતાવ્યુ કે આઈબીએ આ જજ વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા મળ્યા છે.  
 
જસ્ટિસ કાટજૂનુ કહેવુ છે કે તેમને હૈરાની ત્યારે થયુ જ્યારે તેના પર કાર્યવાહીને બદલે એડિશનલ જજના રૂપમા તેમના કાર્યસમયને એક વર્ષ માટે વધુ વધારી દેવામાં આવ્યા. જસ્ટિસ કાટજૂનુ કહેવુ છે કે વાત એમ છે કે સુપ્રીમ કોર્ટની કોલિજિયમે આઈબી રિપોર્ટના આધાર પર એ જજને આગળ નિયુક્ત ન કરવાની ભલામણ કેન્દ્રની યૂપીએ સરકારને મોકલી હતી. પણ સરકારને સમર્થન આપી રહેલ તમિલનાડુની એક પાર્ટીએ આ ભલામણનો જોરદાર વિરોધ કર્યો અને એ પાર્ટીના મંત્રીઓને મનમોહન સિંહને તેમની સરકાર પાડી નાખવાની ધમકી આપી હતી. 
 
બીજી બાજુ કોંગ્રેસનુ કહેવુ છે કે ચર્ચામાં કાયમ રહેવા માટે કાટજુ આ પ્રકારની નિવેદનબાજી કરતા રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ એ પણ કહ્યુ કે વર્તમાન સરકારના નિકટ આવવા માટે જસ્ટિસ કાટજૂએ આ નિવેદન આપ્યુ છે.