શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (10:43 IST)

યોજના આયોગનું નવુ સ્વરૂપ કેવુ હશે તેની બેઠક આજે

યોજના આયોગનું સ્થન લેનાર નવી સંસ્થનએ લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 11 વાગ્યે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં યોજના આયોગના અસ્તિત્વને લઈને ચર્ચા થશે. સાથે જ નવી સંસ્થા અને તેની કાર્યશૈલી પર પણ વિચાર કરવામાં આવશે. આ બેઠકમાં યોજના આયોગના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક વરિષ્ઠ કેબિનેટ મંત્રીનો પણ સમાવેશ થશે.  
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલ અજ યોજના આયોગને ખતમ કરવાની વાત કહી ચુક્યા છે નવી સંસ્થાને લઈને પીએમ મોદીએ જનતા પાસે તેમના વિચારો પણ જાણવા માંગ્યા છે. યોજના ભવનમાં આજે થનારી આ બેઠકમાં પહેલા નાણાકીય મંત્રી યશવંત સિન્હા અને આયોગના અનેક પૂર્વ સભ્ય ભાગ લેશે.  આ બેઠક પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસ ભાષણમાં યોજના આયોગનુ સ્થાન નવી સંસ્થા બનાવવાની જાહેરાત અને ત્યારબાદ http://mygov.nic.in/
  વેબસાઈટ પર એ માટે સૂચનો આમંત્રિત કર્યા પછી બોલાવાઈ છે. 
 
સૂત્રોએ કહ્યુ કે આ બેઠક પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) ના આદેશ પર બોલાવવામાં આવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ બેઠકમાં સંપ્રગના કાર્યકાળમાં યોજના આયોગના સભ્ય રહેલ અભિજીત સેન અને સૈયદા હમીદ અને તેના પૂર્વ સચિવ એનકે સિંહનો સમાવેશ થઈ શકે છે.  
 
સૂત્રોએ કહ્યુ કે બે જુદી જુદી બેઠકો થશે. એક બેઠક યોજના આયોગની સચિવ સિંધુશ્રી ખુલ્લરના સંયોગમા થશે. તેમા પૂર્વ સભ્ય અને મંત્રીનો સમાવેશ થશે. બીજી બેઠકમાં ફક્ત અધિકારી જોડાશે. બંને બેઠકોમાં જે પણ વિચાર વિમર્શ થશે તેને યોજના આયોગ પીએમઓને મોકલી દેશે.