શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ચેન્નઈ. , મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (11:41 IST)

રજનીકાંતના સહારે તમિલનાડુમાં પોતાની નૈયા પાર લગાવશે ભાજપા ! !

ભારતીય જનતા પાર્ટી તમિલનાડુમાં પોતાની નૈયા સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતના સહારે પાર લગાવવાની યોજના બનાવી રહી છે. ભાજપા રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં રજનીકાંતને પાર્ટીના ફેંસ બનાવવામાં વિશેષ રુચિ બતાવી રહ્યા છે. જો કે જ્યારે રજનીકાંતને રાજનીતિમાં તેમની એંટ્રી વિશે પુછવામાં આવે છે તો તેઓ કહે છે કે જે ભગવાનની મરજી હશે તે જ તેઓ કરશે.  જ્યારે તેમની ઈચ્છા વિશે પુછવામાં આવે છે તો તેઓ કહે છે કે ભગવાનની મરજીમાં જ મારી મરજી રહેલી છે. રાજ્યમાં પાર્ટી કાર્યકર્તાઓમા સ્ફૂર્તિ ભરવા માટે આનાથી વધુ કોઈ સારા સમાચાર નથી હોઈ શકતા. એક અંગ્રેજી છાપાની રિપોર્ટ મુજબ આ પ્રકારની અફવા ફેલાયા બાદ તમિલનાડુના ભાજપા હેડક્વાર્ટરમાં રાજ્યની નવી પ્રભારી તમિલિસાઈ સાઉડરાજને એક દિવસમાં સાત હજાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. 
 
રજનીકાંતના ભાજપા સાથે જોડાવવા અંગે રાજ્યના પ્રભારીને પુછવામાં આવ્યુ તો તેમનુ કહેવુ છે કે પાર્ટી તરફથી સત્તાવાર રીતે કશુ પણ જણાવાયુ નથી. પણ રજનીકાંત હંમેશાથી જ ભાજપ માટે મિલનસાર રહ્યા છે. આખુ રાજ્ય જાણે છે કે જ્યારે આપણા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રીય નદીઓના એકીકરણ પર જોર આપ્યુ હતુ ત્યારે સૌથી પહેલા એક કરોડ રૂપિયા આપનારા રજનીકાંત જ હતા. 
 
રજનીકાંત હાલ કર્ણાટક પાણી વિવાદ પર આધારિત મૂવી લિંગાનુ શૂટિંગ કરી રહ્યા છે. આ અફવા રજનીકાંતની ફિલ્મ માટે સારી હોઈ શકે છે. કેટલાક રાજનીતિક વિશેષજ્ઞોનુ માનવુ છે કે જ્યારે પણ રજનીકાંતનો કોઈ મોટો પ્રોજેક્ટ રજૂ થવાનો હોય છે ત્યારે તેમના અને રાજનીતિના જોડાણની અફવાઓ ફેલાતી રહે છે.  આ હવે એક આદત બની ગઈ છે. આ અફવાઓ રજનીકાંતના ફિલ્મના પ્રચારનુકામ કરે છે. જો કે આ પ્રકારની અફવાઓમાં કોઈ પ્રકારની વાસ્તવિકતા નથી હોતી.