ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 25 જુલાઈ 2014 (12:33 IST)

રમજાનમાં અમુક મુસલમાનો બળાત્કાર કરે છે તે કેમ દેખાતુ નથી - ઉદ્ધવ ઠાકરે

પોતાના સાંસદોનો ફરી એક વખત બચાવ કરતા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ પોતાના સમાચારપત્ર સામનામાં છપાયેલા સંપાદકીય લેખમાં સવાલ કર્યો છે કે રમજાન મહિનામાં અમુક મુલસમાન યુવકો મહિલાઓનો બળાત્કાર કરે છે આ ઘટના પર કોઈ કેમ કશુ જ બોલતુ નથી. 
 
અંગ્રેજી સમાચાર પત્ર ધ ઈંડિયન એક્સપ્રેસના સમાચર મુજબ ઉદ્ધવ ઠાકરે એ કહ્યુ કે અમુક મુસલમાન યુવક મહિલાઓ સાથે બળાત્કાર કરે છે આ બાબતે દરેક જાણે છે. મીડિયા રાજકીય પાર્ટીઓ બળાત્કારની આ ઘટનાઓ પર શાંત રહે છે. પણ રોટી બાબતે નહી. 
 
આ સંપાદકીય લેખમાં અફઘાનિસ્તાન અને બેંગલુરૂમાં વર્તમાન સમયે થયેલા બળાત્કારની લિસ્ટ પ્ણ આપવામાં આવી છે. જેમા લખ્યુ છે કે મીડિયા અને સ્વાર્થી નેતા રોટી મામલે લડી રહ્યા છે. પરંતુ રમજાનના પવિત્ર માસે અફઘાનિસ્તાનમાં 10 વર્ષીય બાળકી સાથે મૌલવીએ બળાત્કાર કર્યો તે ઘટના દેખાય નથી રહી. 
 
સપાદકીય લેખ મુજબ બેંગલુરુૢઆં રોજા દરમિયાન એક મુસ્લિમ શિક્ષકે બાળકી સાથે બળાત્કાર કર્યો. આ ઘટના બાદ ન તો મીડિયાએ સવાલ ઉઠાવ્યો કે ન તો સંસદમાં આ મામલે ચર્ચા થઈ. 
 
સાંસદો પર લાગેલા આરોપનો બચાવ કરતા ઉદ્ધવે કહ્યુ કે માણસના માથા પર લખ્યુ હોતુ નથી કે તે કઈ જાતિ અને ધર્મનો છે. સાંસદ માત્ર મહારાષ્ટ્ર સદનની ખરાબ વ્યવસ્થા પર કમિશનર બિપીન મલિક અને મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણનો વિરોધ કરી રહ્યા હતા. અમે દરેક ઘર્મનું સન્માન કરીએ છીએ. દરેકને પોતાનો ધર્મ દિલથી માનવની આઝાદી છે.