શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (17:05 IST)

રાખી સાવંત ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને આડે હાથ લીધાં

મુંબઈ 
 
બોલીવુડની આઈટમ ગર્લ અને આખા બોલી અભિનેત્રી તરીકે જેના ગણના થાય છે તેવી રિપ્બ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની નેતા રાખી સાંવતે તેમના પક્ષનું ભાજપ સાથેના  ગઠબંધનને એતિહાસિક ગણાવ્યું હતું . તેણીએ મહારાષ્ત્ર નવ નિર્માણ સેના (મનસે)ને ખરું ખોટું સંભળાવવાની સાથે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેને મરાઠીઓના જૂઠા નેતા કહ્યાં હતા. 
 
રાખી સાંવતે મુંબઈમાં આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે બીજેપીએ તમના પક્ષને 8 સીટો આપી છે તથા ચૂંટણીમાં જીત પછી સત્તામાં આવ્યા બાદ તેમને મંત્રી પદ તથા ઘણા કોર્પોરેશન સ્થાન આપવાનો વાયદો કર્યો છે. બીજેપી જે વાયદો કરે છે તેને પૂર્ણ કરે છે. રાખીએ ઉદ્ધવનું નામ લીધા વિના કહ્યું કે એક પાર્ટી મરાઠી માણસોના નેતા બનવાનો દાવો કરે  છે પરંતુ હકીકતમાં આ સમુદાય કોઈનું  પણ ભલું કર્યું નથી આજે પણ અનેક મરાઠી મહિલાઓ અનેક ઘરોમાં વાસણ માંઝે છે તથા અનેક પોલીસ કર્મચારીઓ  પાસે ઘરનું ઘર નથી . 
 
રાખીએ ઉદ્ધવને આડે હાથ લેતા કહ્યું કે બે દિવસ પહેલા તેમણે મિમિક્રી કરીને અમાર અધ્યક્ષ રામદાસ આઠવલેને ખતું ખોટું કહ્યું હતું . કોઈ રાજનેતાને આ રીતે શબ્દો વાપરવા જોઈએ નહી. જો તેમને મિમિક્રી કરવાનો શોખ હોય તો કપિલ શર્માના શોમાં જતા રહેવું જોઈએ.