મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : ગુરુવાર, 24 જુલાઈ 2014 (15:05 IST)

રાજ્યના 30 જીલ્લાઓમાં ભારે વરસાદ ,અમદાવાદમાં અનેક સ્કૂલો બંધ નર્મદા ડેમની સપાટી વધી

રાજ્યના 30 જીલ્લાઓમાં ભારે વરસાદ ,અમદાવાદમાં અનેક સ્કૂલો બંધ નર્મદા ડેમની સપાટી વધી

ગુજરાતના 30 જીલ્લાના 216 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન  એવરેજ 3 ઈંચ વર્સાદ પડતા એકબાજુ જનજીવન ખોરવાયું હતું તો બીજી બાજુ કપાસની વાવણી કરનાર ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ હતી. ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
ગત રાતથી અમદાવાદમાં સતત વરસાદ વરસવાને  કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું . ગત રાતથી વહેલી સવાર સુધીમાં 94 મીમી જેટલો વરસાદ શહેરમાં પડતા અનેક નીચાંણવાળા વિસ્તારમાં પાણી ભરાયા . અમદાવાદના વાસણા બેરેજમાં ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાંચ હજારથી વધારે ક્યુસેક પાણી છોડાતા કાંઠાના વિસ્તારોમાં એલર્ટ પર રકાતા હતા. 
 
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પાણી ભરાતા અહીંના લોકોનો રૂટીન લાઈફ અસ્તવ્યસ્ત બની  ખોખરા- હાટકેશ્વરની 10થી વધુ અકુલો બંધ કરાઈ .સરખેજ અને જુહાપુરા સોસાયટીમાં પાણ ભરાતા હજારો લોકો મુશ્કેલીમાં પડયા. 
 
ગુજરાતના  અનેક જીલ્લાઓમાં પણ બીજી રઉન્ડમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. રાજકોટમાં અનેક રસ્તાઓ પાણી પાણી થઈ ગયાં શહેરના અનેક સોસાયટીમાં 2-3 ફુટ પાણી ભરાયા. જુનાગઢ અને સુરેન્દ્ર્નગરની આસપાસના તાલુકામાં  3 ઈંચ જેટલો વરસાદ પડતા જનજીવન ખોરવાયું હતું ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો.
 
સુરત શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન ચાર ઈંચ જેટલો વરસાદ પડયો છે. મધ્ય ગુજરાતમાં નડિયાદ સહિત ખેડા ,ઠાસરા કપડવંજમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ જેટલો એવરેજ વરસાદ પડ્યો  હતો. 
 
ભરૂચમાં નર્મદા ડેમ પણ છલકાયો હોવાના સમાચાર છે. ડેમની જળ સપાટી 117 મીટર જેટલી નોંધાઈ હતી. ઉકાઈ ડેમની સપાટી 303 ફુટ જળસપાટી પહોંચી હતી. ડેમના કાંઠાવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું હતું .
 
અમદાવાદમાં રાતભર ધીમેધીમે વરસાદ નોંધાયો તો અમુક વિસ્તારોમાં ધોંધમાર વરસાદ વરસ્યો . રાજકોટ તેમજ વડોદરા શહેરમાં પણ રાતભર ઝરમર વરસાદ વરસ્યો. 
 
સુરતના ઉકાઈ ડેમમાં ઉપવાસમાં ભારે વરસાદને પગલે જળસ્તર વધ્યું છે. ચાર કલાકમાં ઉકાઈ ડેમની સપાટી 1 ફુટ જેટલી વધી ગઈ હતી. વર્તમાન સમયે ઉકાઈ ડેમની 303.13 ફુટ છે અને મનાઈ રહ્યું છેકે 
ઉકાઈ ડેમની સપાટી અગામી કલાકોમાં 10 ફુટ જેટલી વધી શકે છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફુટ છે. મહારાષ્ટ્રના હથનૂર ડેમમાંથી 4.5  ફુટ પાણી છોડાયું છે. ઉપરાંત જો આ પ્રકારે વરસાદ વરસ્તો રહેશે તો તાપીનું પાણી ઉકાઈ ડેમમાં આવતાં ડેમનું જળસ્તર હજૂ વધશે. 
 
વડોદરા શહેરમાં રાતભર પડેલા વરસાદની પગલે 3.15 ઈંચ વરસાદ વરસ્યો 
 
અમદાવાદમાં પવન સાથે રાતભર પાણી પડતા કઈ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પ્રાયમરી અને પ્રી પ્રાઈમેરી સેક્શનમાં રજા આપી દેવામાં આવી હતી. પરંતુ તંત્રની પ્રી- માનસૂનની પોલ છતી થઈ છે. 
 
અમદાવાદમાં 122 મીમી વરસાદ નોંધાયોં . 
 
વી. એસ હોસ્પિટલમાં પાણી ભરાયા 
 
અમદાવાદમાં વી એસ હોસ્પિટલ પરિસરમાં લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. જેથી તંત્રોનો પ્રી-માનસૂન પ્લાન ઉજાગર થઈ ગયો હતો.  પ્રી-માનસૂન પ્લાનમાં આ વિસ્તારોને ધ્યાને લેવામાં આવતા નથી . આ ઉપરાંત વિજય ચાર રસ્તામાં પણ પાણી ભરાયાં છે. 
 
વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા. 
 
સાબરમતી નદી પર વાસણા બેરેજમાં ચાર દરવાજા બે ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજની હાલની સપાટી 127.99 ફુટ છે.જ્યારે ભયજનક સપાટીથી 137 ફુટ છે . ઉલ્લેખનીય છે કે પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધારે 4 ઈંચ વરસાદ વર્સ્યો છે. 
 
આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 
 
મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલા હળવા દબાણના પગલે રાજ્યમાં આગામી ચોવીસ કલાક સુધી ભારેથી અતિભારે વરસાત રહેવાની આગાહી હવમાન વિભાગે કરી છે. ચોવીસ કલાકમાં છેલ્લા 25 ટકા વરસાદ વરસ્યો છે . એટલે કે ચોમાસાની સીઝનમાં જે વરસાદ વરસે છે તેનો 25 ટકા વરસાદ છેલ્લા 24 કલાકમ6 વરસી ચૂક્યો છે.30 જિલ્લાના 216 તાલુકામાં વરસાદ વર્સ્યો છે.