ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દેહરાદૂન. , શુક્રવાર, 24 એપ્રિલ 2015 (11:15 IST)

રાહુલ ગાંધીએ કર્યા કેદારનાથ ધામમાં પૂજા કરી, બોલ્યા ઈશ્વર પાસેથી શક્તિ મળી માંગ્યુ કશુ નથી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે કેદારનાથના દર્શન કર્યા. સવારે 8.50 વાગ્યે મંદિરનાકપાટ ખોલવામાં આવ્યા. તેના થોડી વાર પછી રાહુલે પૂજા કરી. ત્યારબાદ બોલ્યા કે તેમણે કહુ માંગ્યુ નથી. પણ અહી આવીને તેમને ખૂબ શક્તિ મળી. રાહુલ લગભગ 16 કિમી પગપાળા ચઢીને મંદિર પહોંચ્યા હતા. તેમણે કહ્યુ કે પગપાળા જવાનો હેતુ અહીના લોકો અને પર્યટકોમાં આત્મવિશ્વાસ વિકસિત કરવાનો હતો. 
 
પાંચ કલાકમાં 11 કિમીની યાત્રા 
 
રાહુલે શુક્રવારે સવારે 6 કિલોમીટરની પગપાળા ચઢાઈ કરી કેદારનાથ ધામ પહોંચ્યા. તેમણે ગૌરીકુંડ અને કેદારનાથ ધામની વચ્ચે લિનચોલીમાં રાત વિતાવી. ગુરૂવારે દિલ્હીથી દેહરાદૂન અને ત્યારબાદ હેલિકોપ્ટરથી રુદ્રપ્રયાગના ગૌરીકુંડ પહોંચનારા રાહુલે કેદારનાથ પગપાળા ટ્રેક્પર લિનચોલી સુધી 11 કિલોમીટર લાંબી યાત્રા પાંચ કલાકમાં પુરી કરી હતી. 
 
અનેક નેતા રાહુલ સાથે 
 
રાહુલની સાથે પ્રદેશ પ્રભારી અંબિકા સોની, મુખ્યમંત્રી હરીશ રાવત, પ્રદેશ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાય સહિત અનેક વરિષ્ઠ કોંગ્રેસ નેતા સાથે હાજર છે.  
 
શુક્રવારે સવારે જીલ્લા પ્રશાસન મંદિર સમિતિના પદાધિકારીઓની હાજરીમાં સૌથી પહેલા મંદિરના દક્ષિણી ગેટની સીલ ખોલવામાં આવી અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક પરંપરાઓનુ પાલન કરવામાં આવ્યુ. 
 
1100 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ 
 
કેદારનાથ યાત્રા માટે અત્યાર સુધી 1100 લોકોએ બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમા સ્થાનીક લોકોનો પણ સમાવેશ છે. બદરીનાથ ધામના કપાટ 26 એપ્રિલના રોજ ખુલવાના છે. તેની તૈયારીઓ પણ અંતિમ ચરણમાં છે. અહી કંચનગંગામાં હાઈવેને રિપેર કરવો હાલ પણ પડકાર છે. યમુનોત્રી અને ગંગોત્રીમાં ત્રીજા દિવસે લગભગ 600 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા.  મોસમ વિભાગે 24 કલાકમાં ચારધામોમા વરસાદ અને બરફ પડવની શક્યતા બતાવી છે.