શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 31 જુલાઈ 2014 (10:44 IST)

રાહુલ ગાંધીએ હત્યાના ભયથી સોનિયા ગાંધીને PM બનતા રોક્યા હતા

એક સમયે ગાંધી પરિવારના ખૂબ જ નિકટ રહેલ અને પછી કોંગ્રેસમાંથી કાઢવામાં આવેલ નટવર સિંહનો દાવો કર્યો છે કે 2004માં સોનિયા ગાંધીએ પોતાની અંતરાત્માની અવાજ પર નહી પણ પુત્ર રાહુલ ગાંધીને કારણે પ્રધાનમંત્રીનુ પદ ઠુકરાવ્યુ હતુ. નટવર સિંહના મુજબ રાહુલને ભય હતો કે જો તેમની મા સોનિયા પ્રધાનમંત્રી બન્યા તો દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની જેમ તેમની પણ હત્યા કરવામાં આવશે. તેથી રાહુલે પુત્ર હોવાનેનાતે સોનિયાને પીએમ ન બનવા દીધા. જોકે કોંગ્રેસે નટવર સિંહના આ દાવાને નકાર્યો છે.   
 
નટવર સિંહની આવનારી આત્મકથા 'વન લાઈફ ઈઝ નોટ ઈનફ' માં ગાંધી પરિવાર સાથે જોડાયેલ વાતોનો ખુલાસો કરવામાં આવ્યો છે. 83 વર્ષીય સિંહે પોતાના આ પુસ્તકના હવાલાથી કે ટીવી ચેનલમાં જણાવ્યુ કે રાહુલ નથી ઈચ્છતા કે સોનિયા પીએમ બને. રાહુલે સોનિયાને વિચારવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. જો કે પુત્રના રૂપમા રાહુલ પોતાનો નિર્ણય સોનિયાને સંભળાવી ચુક્યા હતા. સિંહે કહ્યુ કે એવુ નથી કે સોનિયાએ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળીને પીએમ પદ ઠુકરાવ્યુ હતુ. જેવો કે તે સમયે તે દાવો કરતી હતી.  
 
નટવરસિંહે કહ્યુ કે સોનિયાને મારા પુસ્તકને લઈને આશંકા હતી. સિંહે દાવો કર્યો કે 7 મે ના રોજ પ્રિયંકા ગાંધી તેમને મળી અને ભલામણ કરી કે તે સોનિયાના પીએમ પદ ન સ્વીકારવાની વાતને પુસ્તકમાંથી હટાવી દે. નટવરે દાવો કર્યો કે રાહુલ અને સોનિયાએ પણ તેમને આવુ કરવાની ભલામણ કરી હતી.  પણ તેઓએ ના પાડી હતી. સિંહે જણાવ્યુ કે જ્યારે તે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે સોનિયાનું કોંગ્રેસ પર નિયંત્રણ ઈન્દિરા ગાંધી કરતા વધુ હતુ.  સિંહે દાવો કર્યો કે જ્યારે તેમણે સોનિયાને કોંગ્રેસમાં તેમની સાથે થયેલ અત્યાચારનો ઉલ્લેખ કર્યો તો સોનિયાએ આ માટે માફી માંગી.  
 
સોનિયાની પહોંચ સરકારી ફાઈલો સુધી 
 
એક સમયે મીડિયાના સલાહકાર રહેનારા સંજય બારુએ પોતાના પુસ્તક ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર ધ મેકિંગ એંડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહમાં ખુલાસો કર્યો કે સોનિયાજ અસલમાં સરકાર ચલાવી રહી હતી. ઈંટરવ્યુમાં નટરવરસિંહે પણ કહ્યુ કે સોનિયા ગાંધીની પહોંચ સરકારી ફાઈલો સુધી હતી. 
 
રાજીવથી સારી નેતા છે સોનિયા 

  પહેલીવાર રાજીવ ગાંધી સરકારમાં મંત્રી બનનાર નટવરસિંહે કહ્યુ કે સોનિયા રાજીવ ગાંધીથી પણ સારી નેતા છે. નટવર સિંહે દાવો કર્યો છે કે તે કોઈ જૂની દુશ્મનીને કારણે પુસ્તક નથી લખી રહ્યા પણ તેમનુ પુસ્તક તથ્યો પર આધારિત છે. 
 
મનમોહન સિંહ પીએમ બનતા લાલુ દુખી હતા 
 
નટવરસિંહે મનમોહન સિંહના પીએમ બનવાની સ્ટોરીનો પણ ઉલ્લેખ કર્યો. નટવરે જણાવ્યુ કે સોનિયા ગાંધીના ઈંકાર પછી મનમોહન સિંહને પીએમ બનાવવા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે મનમોહન સિંહ પણ આ માટે તૈયાર નહોતા.  મનમોહન સિંહનુ માનવુ હતુ કે પાર્ટી પાસે સરકાર બનાવવા લાયક બહુમત નથી. નટવરસિંહે જણાવ્યુ કે મનમોહન સિંહના પીએમ બનવાથી લાલુ પ્રસાદ યાદવ પણ દુખી થયા હતા. 
 
91 માં પીએમ બનવા માટે પ્રથમ પસંદગી શંકર દયાલ શર્મા હતા 
 
નટવરસિંહે ઈંટરવ્યુમાં એ પણ ચોખવટ કરી કે 1991મ્1માં પ્રધાનમંત્રીના રૂપમાં કોંગ્રેસની પ્રથમ પસંદગી શંકરદયાલ શર્મા  હતા પણ ખરાબ આરોગ્યને કારણે તેમને ના પાડી દીધી હતી. ત્યારબાદ પીવી નરસિંહરાવને પીએમ બનાવાયા. જેમની સાથે તેમના કયારેય સારા સંબંધો ન રહ્યા.  તેમને એ પણ કહ્યુ કે લાલુ પ્રસાદ યાદવ અને પાસવાન જેવા નેતા ઈચ્છતા હતા કે પીએમ મનમોહન સિંહ નહી પણ સોનિયા બને. 
 
નટવરસિંહે દાવો કર્યો છ કે મે સાર્વજનિક રૂપે સોનિયાના વિરુદ્ધ ક્યારેય એક શબ્દ નથી કહ્યો પણ હકીકત બતાવવી મહત્વપુર્ણ છે.  નટવરસિંહના પુત્ર રાજસ્થાનથી બીજેપી ધારાસભ્ય છે. તેમણે સોનિયાને સાર્વજનિક વ્યક્તિત્વ અને ભારતની સૌથી મહત્વપુર્ણ નેતા ગણાવી. તેમને કહ્યુ કે આવી વ્યક્તિઓનુ કશુ પણ વ્યક્તિગત નથી હોતુ.  નટવરે કહ્યુ કે સોનિયાને પીએમ પદથી રોકવાની રાહુલની ચિંતા પર એક પુત્રના રૂપમા તેમને પુર્ણ અંક મળવા જોઈએ. રાહુલ એ સમયે 34 વર્ષના હતા.