શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 1 નવેમ્બર 2014 (12:21 IST)

રાહુલ ગાંધીને બનાવો કોંગ્રેસ અધ્યક્ષ - દિગ્વિજય સિંહ

. તાજેતરના લોકસભા ચૂંટણીમાં મળેલી હારથી કોગ્રેસમાં ખલબલી મચી છે. તેથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને બદલવાની માંગ હવે ઝડપી બની છે. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે કહ્યુ છે કે હવે રાહુલ ગાંધીને કોંગેસ અધ્યક્ષ અને સોનિયા ગાંધીને મેટરની ભૂમિકા ભજવવી જોઈએ. તમને બતાવી દઈએ કે આ પહેલા પૂર્વ નાણાકીય મંત્રી પી. ચિદંબરમે કહ્યુ હતુ કે ગાંધી પરિવારના બહારનો કોઈપણ કોંગ્રેસ અધ્યક્ષ હોઈ શકે છે.  ચિંદબરમે કહ્યુ હતુ કે કોંગ્રેસનુ મનોબળ પડી ભાંગ્યુ છે. પાર્ટી નેતૃત્વએ તરત જ કોઈ પગલા લેવા જોઈએ. 
 
એક છાપાના હવાલાથી આવેલ સમાચાર મુજબ દિગ્વિજય સિંહે કહ્યુ કે કોંગ્રેસની કમાન હવે રાહુલ ગાંધીના હાથમાં સોંપવી જોઈએ. સાથે જ તેમને સોનિયા ગાંધીને મેંટરની ભૂમિકામાં રહેવાની સલાહ આપી છે.  આ પહેલા યુપીએ સરકારમાં નાણાકીય મંત્રી રહી ચુકેલા પી. ચિંદંબરમે કહ્યુ હતુ કે ભવિષ્યમાં ગાંધી પરિવાર સિવાય કોઈ બહારનુ કોંગ્રેસ અધ્યક્ષ બની શકે છે. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસનુ મનોબળ પડી ભાગ્યુ છે. પાર્ટી નેતૃત્વને તરત જ કંઈક કરવુ જોઈએ. ચિંદબરમના આ નિવેદનથી રાજકારણીય ગલીયોમાં અનેક પ્રકારની અટકળો લગાવાય રહી છે.  
 
બીજી બાજુ દિગ્વિજયે ટ્વિટર પર મોદીના સારા દિવસોના સ્લોગન પર મજાક કરતા કહ્યુ કે ઈંટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવ 20 ડોલર પ્રતિ બેરલ અને સોનાના ભાવ 600 પ્રતિ દસ ગ્રામ ઘટી ગયા છે.  સારા દિવસો આવી ગયા.