બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ

NDN.D
આજે રાહુલ ગાંધી 39 વર્ષના થઈ જશે. આ લોકસભા ચૂંટણીમાં આ યુવા નેતાએ કોંગ્રેસની નૌકાને પાર લગાડી છે ત્યાર બાદ રાહુલ પર અનેક પ્રકારની ટીકા ટિપ્પણી કરનારાઓ પણ હવે રાહુલમાં નવી સંભાવનાઓ જોવા લાગ્યાં છે.

કોંગ્રેસીઓ માટે તો રાહુલનો જન્મદિવસ કોઈ મોટા દિવસ જેવો છે. ઉત્તરપ્રદેશમાં જ્યાં રાહુલે પોતાની મહેનત અને દિલથી કરેલા પ્રયત્નોથી રાજનીતિક ચમત્કાર જ કરી દીધો ત્યાં આજે કોંગ્રેસ પણ ઘણી ઘૂમઘામ સાથે પોતાના ભવિષ્યના નેતાનો જન્મદિવસ ઉજવવા માટે જઈ રહી છે.

રાહુલે ગામડે ગામડે જઈને સાચે જ દલિતોનું દિલ જીત્યું છે. ત્યાં જઈ તેમની સાથે કોઈ પણ પ્રકારના આંડબર વગર સાથે બેસીને ભોજન ખાવું એ જ ઘરના સભ્યની જેમ ખાટલા પર સુઈ જવું આ બધુ રાહુલે દિલથી કરેલું કામ લાગે છે.

રાહુલની મિલનસારિતા અને સંવેદનશીલતાને કોઈ આયોજનની જરૂરિયાત પડતી નથી. રાહુલે અમેઠી અને રાયબરેલીમાં સેલ્ફ હેલ્પ ગ્રૃપનું માળખુ રચીને ત્યાં દલિત અને નબળા વર્ગની મહિલાઓમાં નવો આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો છે.