શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (12:44 IST)

રાહુલના શિખ વિરોધી તોફાનો પરના નિવેદનના વિરોધમાં શીખોનું પ્રદર્શન

P.R
કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ આજે સિખ સંગઠન પ્રર્દશન કરવાના છે. બપોરે 12 વાગ્યે લગભગ દિલ્હીમાં શિરોમણી અકાલી દળ સહિત કેટલાક શિખ સંગઠન રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ પ્રદર્શન કરશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ખાનગી ચેનલને ઈંટરવ્યુમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે 84ના રમખાણોમાં કદાચ કેટલાક કોંગ્રેસીઓનો પણ સમાવેશ હતો. પણ તેમને એ માટેની સજા મળી ચુકી છે. આ નિવેદન બાદ સિખ સંગઠનોએ રાહુલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. રાહુલના ઘર અને કોંગ્રેસ મુખ્યાલયની બહાર સુરક્ષા સખત કરી દેવામાં આવી છે.

રાહુલના સિખ નિવેદન પર આપવામાં આવેલ નિવેદન પર વિપક્ષી પાર્ટીઓએ હલ્લો મચાવવો શરૂ કરી દીધો છે. એસપી નેતા નરેશ અગ્રવાલે કહ્યુ કે 84 રમખાણોની એસઆઈટી તપાસ થવી જોઈએ. જો રાહુલે કહ્યુ કે રમખાણોમાં કોંગ્રેસી હતા, તો તપાસ થવી જોઈએ, જો બીજેપી નેતા વિનય કટિયારે રાહુલ પર નિશાન સાધત કહ્યુ કે રાજીવ ગાંધી ઈચ્છતા હતા કે રમખાણો થાય, એસઆઈટી તપાસની શરૂઆત સોનિયા ગાંધી સાથે પૂછપરછ દ્વારા થવી જોઈએ, કારણ કે સોનિયા પ્રત્યક્ષદર્શી હતી.

આમ આદમી પાર્ટી (આપ), અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ બુધવારે દિલ્હીમાં 1984માં થયેલ સિખ વિરોધી રમખાણોની વિશેષ તપાસ દળ (એસઆઈટી)પાસેથી તપાસ કરાવવાની માંગ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સવારે ઉપરાજ્યપાલ નજીબ જંગ સાથે મુલાકાત કરી અને રમખાણોની એસઆઈટી દ્વારા તપાસ કરાવવાની માંગ કરતા પોતાના નિવેદન સોંપ્યુ.