શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 18 એપ્રિલ 2014 (18:07 IST)

રોબર્ટ વાડ્રાએ માત્ર પાંચ વર્ષમાં એક લાખમાંથી બનાવ્યા 325 કરોડ !!

વય 44 વર્ષ અને અભ્યાસ માત્ર હાઈસ્કૂલ પાસા એવા રોબર્ટ વાડ્રાએ માત્ર પાંચ વર્ષની અંદર એક લાખ રૂપિયાના રોકાણ દ્વારા 325 કરોડથી વધુની સંપત્તિ બનાવી છે. દેશના સૌથી તાકતવર રાજનીતિક કુંટુંબ મતલબ ગાંધી પરિવારના જમાઈ, પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા વિશે આ સનસનીખેજ સમાચાર ધ વોલ સ્ટ્રીટ જર્નલે આપ્યા છે.  
 
ધ વોલ સ્ટ્રીટ જનરલ એક પ્રતિષ્ઠિત અમેરિકી છાપુ છે. આ રિપોર્ટમાં પ્રોપર્ટીના માહિતગાર સાથે વાતચીત, વાડ્રાની કંપનીઓની ફાઈલિંગ અને જમીનના દસ્તાવેજોના આધાર પર વાડ્રાની સંપત્તિનુ આ આકલન કર્યુ છે. વેબસાઈટમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ વાડ્રાએ 2007મમાં એક લાખ રૂપિયાથી શરૂ કરેલ કંપની દ્વારા 2012માં 12 મિલિયન ડોલર મતલબ લગભગ 72 કરોડ રૂપિયાથી વધુની પ્રોપર્ટી વેચી છે. 
 
રિપોર્ટૅમાં દાવો છે કે વાડ્રાની પાસે આજે પણ 42 મિલિયન ડોલર મતલબ 253 કરોડ રૂપિયાથી વધુની રિયલ એસ્ટેટ પ્રોપર્ટી બચેલ છે. સ્પષ્ટ છે કે રિપોર્ટના દાવા મુજબ રોબર્ટ વાડ્રાએ માત્ર એક લાખ રૂપિયાના રોકાણથી ઉભી કરેલી કંપની દ્વારા પાંચ વર્ષની અંદર 325 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ બનાવી છે.