ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 15 ઑગસ્ટ 2009 (09:18 IST)

લાલ કિલ્લા પર મનમોહને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

દેશના 63 માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મનમોહનસિંહ 15 ઓગસ્ટના રોજ ઐતિહાસિક લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રને સંબોધિત કર્યું. લાલ કિલ્લાની દિવાલેથી રાષ્ટ્રધ્વજ લહેરાવાનું ગૌરવ તેમને સતત છઠ્ઠી વખત પ્રાપ્ત થયું છે.

લાલ કિલ્લાના લાહૌરી ગેટ પર પહોંચ્યા બાદ વડાપ્રધાનનું સ્વાગત રક્ષા મંત્રી એકે એંટની, રક્ષા રાજ્ય મંત્રી એમએમ પલ્લમ રાજૂ અને રક્ષા સચિવ પ્રદીપ કુમારે કર્યું.

સિંહના સ્વાગત બાદ રક્ષા સચિવ દિલ્લીના એરિયા કમાંડર લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઓબરાયનો પરિચય વડાપ્રધાનથી કરાવ્યો. બાદમાં ઓબરાય વડાપ્રધાનને લઈને સલામી મંચ પર ગયાં, જ્યાં ત્રણેય સેના અને પોલીસના જવાનાઓએ તેમને સલામી આપી.

વડાપ્રધાને ફરી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યું, જેમાં થલ સેના, નૌસેના તથા વાયુસેના સિવાય દિલ્લી પોલીસના એક-એક અધિકારી અને ચોવીસ-ચોવીસ જવાન હતાં.

ગાર્ડ ઑફ ઑનરમાં શામેલ અધિકારી અને જવાન સલામી મંચ નીચે રાષ્ટ્રધ્વજની સામે હતાં. ગાર્ડ ઓફ ઓનરની કમાન કમાંડર ગુરકીરતસિંહ સેખોંના હાથમાં હતી.

ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન મંચ પર આવ્યાં, જ્યાં રક્ષામંત્રી, રક્ષા રાજ્યમંત્રી, નૌસેના પ્રમુખ એડમિરલ સુરીશ મેહતા, થલસેના પ્રમુખ જનરલ દીપક કપૂર અને વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ પીવી નાઇકે તેનું અભિવાદન કર્યું.

બાદમાં દિલ્લીના કમાંડર વડાપ્રધાનને ધ્વાજારોહણ માટે લઈને ગયાં અને વડાપ્રધાને એક વાર ફરી લાલ કિલ્લાની દીવાલથી ધ્વજ ફરકાવ્યો.