શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: મુઝફ્ફરનગર , રવિવાર, 9 નવેમ્બર 2008 (16:46 IST)

લાલુ યાદવ સહિત પાંચ પર કેસ

બિહારમાં મુઝફ્ફરપુરની એક અદાલતની અંદર મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો ખાસ કરીને બિહારઓની વિરુદ્ધ થઈ રહેલ હુમલાના આરોપમાં રેલમંત્રી અને રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી આરઆર પાટિલ, મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત પાંચ લોકોની વિરુદ્ધ એક કેસ દાખલ કરાયેલો છે.

મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ જ્યોતિન્દ્ર કુમાર સિન્હાની અદાલતમાં આ કેસ જીલ્લાના સિકંદરપુર નિવાસી ચન્દ્રકિશોર પરાશરે દાખલ કર્યો છે. આ કેસની અંદર આ ચાર નેતાઓ સિવાય મુંબઈ પોલીસના મહાનિદેશકને પણ અભિયુક્ત કરવામાં આવ્યાં છે.

કેસની અંદર લગાવવામાં આવેલ આરોપની અંદર એવું કહેવામા આવ્યું છે કે મનસે પ્રમુખ રાજ ઠાકરેના કાર્યકર્તાઓએ રેલ્વેની પરીક્ષા આપવા આવેલ નાલંદાના વિદ્યાર્થી પવન મહેતા અને લોકલ ટ્રેનની અંદર ગોરખપુરમા એક યુવકની હત્યા કરી હતી.

આ કેસની અંદર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે મુંબઈમાં ઉત્તર ભારતીયો પર સતત થઈ રહેલ હુમલાઓ છતાં પણ રેલમંત્રી યાદવે ત્યાં રેલ્વેની પરીક્ષા ગોઠવીને વિદ્યાર્થીઓને મોતના મોઢામાં ધકેલ્યા હતાં.