શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 1 એપ્રિલ 2010 (14:53 IST)

લાલૂ પ્રસાદ યાદવને સુપ્રીમની રાહત

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદને મોટી રાહત પ્રદાન કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તેમની તથા તેમની પત્ની વિરુદ્ધ આવકથી વધારે સંપત્તિના મામલામાં બિહાર સરકારને પટના હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાનો અધિકાર નથી જેમાં સીબીઆઈ દ્વારા અભિયોગ ચલાવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણન અને ન્યાયમૂર્તિ આરએમ લોઢા તથા ન્યાયમૂર્તિ બીએસ ચૌહાનની પીઠે કહ્યું કે, કેસમાં અપીલ દાખલ કરવા માટે બિહાર સરકાર સક્ષમ અભિકરણ નથી. આ નિર્ણય લાલૂ પ્રસાદ અને તેની પત્ની તથા સીબીઆઈ દ્વારા પણ દાખલ કરવામાં આવેલી અપીલને સ્વીકાર કરીને મંજૂર કરવામાં આવ્યો.

અપીલમાં વિશેષ સીબીઆઈ કોર્ટ દ્વારા તેમેને મુક્ત કરવામાં આવવાના નિર્ણય વિરુદ્ધ બિહાર સરકારની અપીલ સ્વીકાર કરવાના પટના હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો હતો.