મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , શનિવાર, 1 નવેમ્બર 2014 (14:52 IST)

લોકોને હળવેથી ન લે બીજેપી - શિવસેના સુપ્રીમોની સલાહ

શિવસેનાએ નવી સરકારના શપથ ગ્રહણ સમારંભના બીજા જ દિવસે  મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે ચેતવ્યા છે કે તેઓ જનતાને હળવેથી ન લે. શિવસેનાએ પોતાન મુખપત્ર સામનામાં સંપાદકીયના માધ્યમથી નવી સરકારને સલાહ આપી કે તેઓ સામાન્ય માનસોને હળવેથી ન લે. સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે.. નવી સરકાર એ નવવિવાહિતા જેવી છે જે શરૂઆતમા પોતાની સાસુને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. આ બાબતે સાસુ છે મહારાષ્ટ્રની જનતા.  તમે લોકોને હળવામાં નથી લઈ શકતા. જ્યારે તમે ભૂલ કરશો તો તેમની પાસે તામારા કાન ખેચવાની તાકત છે. શિવસેનાએ કહ્યુ કે આ પહેલો પાઠ છે જે નવી સરકારે શીખવો જોઈએ.  
 
સંપાદકીયમાં કહેવાયુ છે કે આ સત્ય છે કે ચૂંટણી દરમિયાન આપલે વચનોને પુરા કરવા માટે કોઈ જાદુઈ છડી નથી. પણ મહારાષ્ટ્રના લોકોને  બીજેપી સરકાર તરફથી ઘણી આશા છે.  શિવસેનાએ શપથ ગ્રહણ સમારંભને વિશાલ બતાવતા કહ્યુ છે કે સરકારનુ ધ્યાન અમીર કે ધન કુબેરો પર પણ થવો જોઈએ. જેવો કે શિવાજીના યુગમાં થતો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે શિવસેના અને ભાજપા વિધાનસભા ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા  25 સપ્ટેમ્બરના રોજ ગઠબંધન તોડીને જુદો રસ્તો અપનાવ્યો હતો. ચૂંટણીમાં ભાજપા સૌથી મોટી પાર્ટી  બનીને ઉભરી.