શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 27 જૂન 2015 (11:30 IST)

વસુંધરા રાજે દિલ્હીમાં, લલિત મોદી વિવાદ પર ટોચના નેતૃત્વ સાથે વાતચીત શક્ય

IPLના પૂર્વ ચેયરમેન લલિત મોદીની સાથે સંબંધોને લઈને વિવાદોમાં ઘેરાયેલ રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે આજે દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા પહોંચી છે. 
 
એવુ કહેવાય છે કે લલિત મોદી વિવાદ પર તેમની ટોચના નેતૃત્વ સાથે વાતચીત થઈ શકે છે. જો કે પાર્ટી આ મામલે તેમને પહેલા જ ક્લીન ચિટ આપી દીધી છે. પણ વિપક્ષ સતત તેમના વિરુદ્ધ નવા નવા ખુલાસા કરી રહ્યુ છે હવે કોંગ્રેસે લલિત મોદી અને વસુંધરા રાજેના બિઝનેસ પાર્ટનર હોવાનો આરોપ લગાવ્યો છે. 
 
કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રાજેના પુત્રની જે કંપનીમાં આઈપીએલના પૂર્વ આયુક્ત લલિત મોદીએ 13 કરોડ રૂપિયા રોકાણ કર્યુ હતુ,  તેમા રાજે પ્રત્યક્ષ રીતે લાભાંકિત હતી. કોંગ્રેસે વર્ષ 2013માં ચૂંટણી આયોગના સમક્ષ દાખલ રાજેનુ એક સોગંધનામુ રજુ કર્યુ છે. જેમા બતાવ્યુ છે કે તેમના સાંસદ પુત્ર દુષ્યંત સિંહના માલિકાના હકવાળી કંપની નિયંત હેરીટેજ હોટલમાં તેમના 3280 શેર છે. 
 
લલિતે આ કંપનીના 10 રૂપિયા મૂલ્યવાળા દરેક શેયર માટે 96000 રૂપિયા પ્રતિ શેરના વધુ દરે આ કંપનીમાં 11 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યુ હતુ. આ ખુલાસાએ આ આરોપોને જન્મ આપ્યો છે કે રાજેને લલિતના વિવાદાસ્પદ રોકાણથી ફાયદો થયો. જોકે રાજસ્થાન બીજેપી અધ્યક્ષ અશોક પરનામીએ એ દાવો રદ્દ કરી દીધો કે આ શેર તેમને દુષ્યંત અને તેમની પત્ની નિહારિકાએ ભેટમાં આપ્યા હતા.