શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

વાઈબ્રેંટ ગુજરાતમાં દરેક રાજ્યને તક

P.R
વાઈબ્રેંટ ગુજરાત 2011માં દરેક રાજ્યને રોકાણ આકર્ષિત કરવાની તક મળશે.

આ વાત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વેપારીઓના એક સંમેલનમાં કરી. તેમણે વેપારીઓને વાઈબ્રેંટ ગુજરાતમાં ભાગીદારીની જાહેરાત કરી.

તેમણે કહ્યુ કે વાઈબ્રેંટ ગુજરાતના છેલ્લા ચાર આયોજનોમાં ગુજરાતમા રોકાણ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ આ વર્ષે રોકાણ બીજા રાજ્યોમાં પણ જશે.

તેમણે કહ્યુ કે કોઈ પણ રાજ્યના પ્રતિનિધિ આ આયોજનમાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે કરાર કરી શકે છે.

ગુજરાતમાં 10 થી 11 જાન્યુઆરી સુધી વાઈબ્રેંટ ગુજરાતનુ આયોજન થશે, જેમા ઉદ્યોગ પ્રમુખોને મોટી સંખ્યામાં આમંત્રિત કરવાની યોજના છે. મુંબઈમાં બુધવારે આ સંમેલનમાં લગભગ 700 વેપારીઓએ હાજરી આપી.