બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

વિરોધ પ્રદર્શનોથી રેલ્વેને નુકસાન-લાલુ

NDN.D
ભારતીય રેલ્વેએ છેલ્લાં ચાર વર્ષોથી નાટકીય રીતે હજારો કરોડોની કમાણી કરતી થઈ ગઈ છે. પણ આ વખતે પ્રથમ વખત પશ્ચિમ વિસ્તારમાં કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

રેલમંત્રી લાલુપ્રસાદ યાદવએ રેલ્વેનાં પશ્ચિમ વિસ્તારમાં ઓછી કમાણી થવા માટે ગુર્જર આંદોલનને જવાબદાર ગણાવ્યું હતું. ગુર્જર આંદોલન દરમિયાન રેલ્વેની સેવા અને તેની સંપત્તિને ખુબ નુકશાન પહોચ્યું હતું.

લાલુએ જણાવ્યું હતું કે કોઈપણ વિસ્તારમાં રાજકીય કે સાંપ્રદાયિક મુદ્દો સામે આવે તો સર્વપ્રથમ રેલ્વેને જ નિશાન બનાવવામાં આવે છે. રેલમંત્રીએ જણાવ્યું હતું કે બંધ અને હડતાળનો પ્રભાવ રાજસ્વ અને વિકાસ પર પડે છે. વિરોધ પ્રદર્શનનાં કારણે રેલ્વેને પશ્ચિમી વિસ્તારમાંથી ઓછી કમાણી થઈ છે.