શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (11:42 IST)

શુ તમે મોદીના ધર્મપુત્ર વિશે જાણો છો ?

. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ધર્મપુત્ર પણ છે ? જી હા અમે વાત કરી રહ્યા છે નેપાળના એક યુવક વિશે જે 14 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીના સંપર્કમાં આવ્યો હતો. જેણે એ સીખ્યુ કે પૈસા અને અનુભવ કેવી રીતે કમાવાય છે અને કોઈનો વિશ્વાસ કેવી રીતે મેળવી શકાય છે ? 
 
મોદી 3 ઓગસ્ટથી બે દિવસની નેપાળ યાત્રા પર જશે. 17 વર્ષ પછી નેપાળ પણ મોદીના સ્વાગતની તૈયારીઓમાં લાગ્યુ છે. નેપાળના નવાલપરાસી જીલ્લાના એક પરિવાર પણ એ સમયે સેલિબ્રેટ કરવામાં વ્યસ્ત છે જ્યારે મોદી નેપાળની ધરતી પર પગ મુકશે. મૂળ રૂપથી નેપાળના રહેનારા જીત બહાદુરના પરિવારનુ કહેવુ છે કે તે મોદીનો ધર્મપુત્ર છે. તેમના મુજબ જીત છેલ્લા 12 વર્ષથી તેમની સાથે રહી રહ્યો છે. 
 
જીતની માએ જણાવ્યુ કે જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે 1998 માં પોતાના ભાઈ દશરથની સાથે નોકરી શોધવા દિલ્હી જતો રહ્યો હતો. થોડા દિવસ પછી જીત જોબ માટે રાજસ્થાન જતો રહ્યો. જીત પરત ફરવા માંગતો હતો. પણ તેના નસીબમાં કંઈક બીજુ જ લખ્યુ હતુ. જીત ગોરખપુરની ટ્રેનમાં બેસવાને બદલે અમદાવાદ જનારી ટ્રેનમાં બેસી ગયો. જ્યારે જીત અમદાવાદ ઉતર્યો તો એક મહિલાએ તેની મુલાકાત મોદી સાથે કરાવી.  
 
ત્યારથી તે મોદી સાથે છે. સારુ શિક્ષણ અપાવવા ઉપરાંત મોદીએ જીતને નેપાળમાં તેના પરિવારના સભ્યો સાથે ભેટ કરાવવામાં પણ મદદ કરી તેથી જીત ની મા નુ માનવુ છે કે તે મોદીનો ધર્મપુત્ર છે. જીતની મા ખાગિસરા સારુનુ કહેવુ છે કે મેં તેને જન્મ આપ્યો હતો પણ મોદીએ તેની માટે જે કર્યુ તે તેનાથી પણ અનેકગણુ છે. જીતનો પરિવાર હાલ કવાસાતી લોકાહા ગામમાં રહે છે. જીત હાલ અમદાવાદના એક કોલેજથી બીબીએ કરી રહ્યો છે.