શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :સહારનપુર. , શનિવાર, 26 જુલાઈ 2014 (16:06 IST)

શુ રાહુલ ગાંધી પ્રિયંકા વાઢ્રાના પુત્ર રેહાનને દત્તક લેશે ?

શુ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકાના પુત્ર રેહાન વાડ્રાને દત્તક લઈ રહ્યા છે ? નેહરુ ગાંધી પરિવારના રાજનીતિક ઉત્તરાધિકારી સાથે જોડાયેલ આ પ્રશ્ન વર્તમાન દિવસોમાં કોંગ્રેસ નેતાઓ વચ્ચે જોર પકડી રહ્યો છે. કોંગ્રેસના મોટા નેતાઓની વચ્ચે ચર્ચા છે કે રેહાનને દત્તક લઈને રાહુલ તેમની સાથે ગાંધી સરનેમનો ઉપયોગ ભવિષ્ય માટે કરવા માંગે છે.  
અંગ્રેજી છાપ 'ધ સંડે ગાર્જિયન' ની રિપોર્ટના મુજબ દેહરાદૂનના દૂન શાળામાં થોડો સમય પહેલા એડમિશન લેનારા રેહાન ત્યા પોતાના નામ સાથે ગાંધી સરનેમ લગાવી રહ્યા હતા. પણ બધા વિદ્યાર્થીઓએ જ્યારે તેનુ કારણ જાણવા માંગ્યુ તો તેમને વાડ્રા સરનેમ લગાડવાનુ શરૂ કરી દીધુ. 
 
રેહાનને ગોદ લેવાની અટકળો એ સમયે વધુ ઝડપી થઈ ગઈ જ્યારે રાહુલ ગયા વર્ષે ઉત્તરાખંડમાં પૂરથી તબાહી આવ્યા બાદ રાજ્યના પ્રવાસ પર હતા. આ દરમિયાન રાહુલ રેહાનને શાળામાંથી બહાર આઉટિંગ પર લઈ ગયા હતા. મામા ભાણેજ એકબીજાને ખૂબ પસંદ કરે છે. કોંગ્રેસના એક સૂત્રએ દાવો કર્યો કે શાળાના રેકોર્ડમાં રાહુલનુ નામ જ રેહાનના ગાર્જિયનના રૂપમાં નોંધાયેલ છે. પરિવારને મળેલ ખાસ સુરક્ષાની કારણે તે ખૂબ જ ગોપનીય ઢંગથી રાખવામાં આવી છે. 
 
14 વર્ષના રેહાનનુ નામ તાજેતરમાં જ એ સમયે ચર્ચામાં આવ્યુ જ્યારે તે મિત્રો સાથે સંસદ પહોંચ્યો હતો. સ્પીકર ગેલેરી દ્વારા તેણે લોકસભાની કાર્યવાહીને જોઈ.  સંસદમાં તે કોંગ્રેસ અને પોતાની નાની શ્રીમતી સોનિયા ગાંધીની ઓફિસ જોવા પણ પહોંચ્યા હતા. રેહાનના લોકસભામાં હોવા દરમિયાન સોનિયા ગાંધી પણ સદનમાં હાજર હતી.  એ સમયે પ્રશ્નકાળમાં પ્રકાશ જાવડેકર અને સ્મૃતિ ઈરાની પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. 
 
 
સૂત્ર બતાવી રહ્યા છે કે રેહાનને દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રહેનારી છે. કારણ કે  આ નેહરુ ગાંધી પરિવારના આગામી રાજનીતિક વારસદાર સાથે જોડાયેલ મમાલો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ અવિવાહિત છે અને નિકટ ભવિષ્યમાં તેમની વિવાહની કોઈ યોજના પણ નથી. જોકે રાહુલની કેટલીક મહિલાઓ સાથે  મિત્રોના સમાચાર સામે આવી રહ્યા છે.  તેમા એક દિવંગત રાષ્ટ્રાધ્યક્ષની પુત્રી અને દક્ષિણ ભારતીય ફિલ્મોની એક અભિનેત્રીનો પણ સમાવેશ છે. 
 
સૂત્રોનુ માનીએ તો રાહુલે બજેટ સત્રના ઠીક પહેલા પોતાની એક મિત્ર સાથે લોસ એંજેલિસ અને દક્ષિણી કૈલિફોર્નિયામાં કેટલીક કિમંતી ક્ષણ વિતાવ્યા. સમાચારથી બચવા માટે બંને યુરોપના સ્થાન પેસિફિક રૂટથી અમેરિકા પહોંચ્યા. જો કે રાહુલના નિકસ્થોએ હંમેશા જ આવી વાતોને નકારી છે. આ વખતે પણ રાહુલના આ પ્રવાસને કામ સાથે જોડવામાં આવ્યો.  
 
આ સમાચારે ઈંટેલિજેંસ સૂત્રના હવાલાથી દાવો કર્યો છે કે રાહુલને અનેકવાર એક એશિયાઈ દેશના દિવંગત પ્રમુખની પુત્રીની સાથે જોવામાં આવ્યા છે. આ મહિલાનુ લગ્ન એક સ્વિસ નાગરિક સાથે થયુ છે અને તે એક પુત્રની મા પણ બની ચુકી છે.  રાહુલની તેની સાથે પ્રથમ મુલકાત દિલ્હીમાં થઈ હતી. જ્યારબાદ તેઓ દુબઈમાં અનેકવાર મળી ચૂક્યા છે. 
 
ગાંધી પરિવારના નિકટના આ મુદ્દા પર કોઈપણ ટિપ્પણી કરવાથી ઈકાર કરી દેવામાં આવ્યો છે. આ લોકોનુ કહેવુ છે કે આ ફક્ત ચર્ચાઓ છે અને તેના પર કશુ કહી શકાતુ નથી.