શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

સંસદમાં ચાલી લાલુનાં શબ્દોની ગદા

PTI

વિશ્વાસમત પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતાં રેલ્વે મંત્રી લાલુ યાદવે બધાને પોતાની ગામઠી બોલીમાં બોલેલા ભાષણથી હસાવી દીધા હતાં.

યુપીએ સરકારનાં સમર્થનમાં પોતાના 24 સાંસદોનો ટેકો જાહેર કરનાર લાલુ યાદવે સંસદને ગમ્મત ગુલાલ કરી નાંખી હતી. વિપક્ષની સરખામણી તેમણે કાશીનાં પંડિતો સાથે કરી હતી. કાશી કે પંડૈ , તરહ તરહ કે ઝંડે.. તો કમ્યુનિસ્ટોને જુનવાણી વિચાર ધરાવતાં લોકો છે. તેથી તેમને ન્યુક્લિયર ડીલની અગત્યતા ખબર પડતી નથી.

લાલુએ અડવાણી અને માયાવતીને એક પછી એક હાથમાં લીધા હતાં. અડવાણીએ વિશ્વાસમતની ચર્ચામાં આપેલા ભાષણની ટીકા કરી હતી. તો માયાવતીની વડાપ્રધાન બનવાની ઈચ્છાને સ્વપ્ન સાથે ગણાવ્યું હતું. અને, દલિતની દિકરી દેશની વડાપ્રધાન ન બની શકે, તે વાતને સંસદ સમક્ષ રજુ કરી હતી. તો બીએસપીનાં સાંસદો દ્વારા કરવામાં આવતાં વિરોધને પોતાની ટીકીટ પાકી કરવાના પ્રયત્ન સાથે ગણાવ્યું હતુ.

વળી તમણે એવું પણ કહ્યું હતું કે સ્પીકર સોમનાથ ચેટર્જીએ પોતાનાં પદેથી રાજીનામુ ન આપી, દેશને એક અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

તો પોતાના વડાપ્રધાન બનવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને, તેમણે વડાપ્રધાન બનવાની કોઈ ઉતાવળ નથી તેવો નિખાલશ ખુલાસો કરીને સમગ્ર હોલમાં હાસ્યનું મોજું ચલાવ્યું હતું.