બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (16:14 IST)

સંસદમાં મોદીએ વિરોધીઓ પર કર્યો હલ્લા બોલ - મનરેગા બંધ કરવાની ભૂલ નહી કરુ

રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર પીએમ નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં જવાબ આપ્યો. આ દરમિયાન મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિયો ગણાવી અને વિપક્ષીઓ પર એક એક કરી હુમલો બોલાવ્યો. મોદીએ અત્યાર સુધીના બધા આરોપોને ક્રમવાર જવાબ આપ્યો. મોદીએ મનરેગાને લઈને કોંગ્રેસ પર ખૂબ વ્યંગબાણ કર્યા. મોદીએ ભૂમિ અધિગ્રહણ બિલ પર સરકારની મંશા પર કહ્યુ કે અમે તેમા ફેરફાર કરવા તૈયાર છીએ.  મારામાં રાજકીય કોઠાસૂઝ છે તેને તમે નકારી શકતા નથી. મનરેગા બંધ કરવાની ભૂલ  હુ નહી કરુ. મનરેગા યુપીએની સફળતાનું સ્મારક છે. હુ તેને ક્યારેય બંધ નહી કરુ. હુ દેશ ના હિત માટ કામ કરુ છુ. 
 
મોદીએ કહ્યુ કે કેટલીક એવી સમસ્યાઓ વારસામાં મળી છે જેને તરત જ ખતમ કરી શકાય નહી. સ્વચ્છતા અભિયાન આપણી સૌની જવાબદારી છે. આ અભિયાન કોઈ ઉદ્દઘાટન સમારંભ નથી. આપણામાંથી કોઈનેય ગંદકી પસંદ નથી. સ્વચ્છતાનો સંબંધ નારીના સન્માન સાથે પણ છે. સ્વચ્છતા અભિયાન સતત ચાલુ રહેતો કાર્યક્રમ છે.  આ કાર્યક્રમ કોઈ રાતોરાત કરી શકે નહી. અટલજીએ 1999માં જ સેનિટેશન કાર્યક્રમ ચલાવ્યો હતો. મોદીએ કહ્યુ હતુ કે શૌચાલય ન હોવાને કારણે છોકરીઓ સ્કુલ છોડી દે ક છે. 
 
મુલાયમ સિંહ પર નિશાન ટાંકતા મોદીએ કહ્યુ હતુ કે લોહિયાજી સ્વચ્છતા આંદોલન ચલાવતા હતા. મહાત્મા ગાંધી બાદ લોહિયાએ પૂરી તાકતથી આ દિશામાં અવાજ ઉઠાવ્યો હતો. જો મોદીએ લોહિયાના પોગ્રામને આગળ વધાર્યો હોય તો તે માટે તમામનું સન્માન કરવુ જોઈએ. સફાઈ રાજ્ય સરકારની પણ જવાબદારી છે. માત્ર કેન્દ્ર સરકારની જ જવાબદારી નથી. 
 
વિપક્ષને નિશાને લેતા કહ્યુ હતુ કે સમસ્યાને હલ કરવા તમામ લોકોએ ધ્યાન આપવુ જોઈએ. ગત સત્રમાં અમારી ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. અમેરિકી વીઝા મુદ્દે મોદીએ કહ્યુ  હતુ કે કામના કારણે વિદેશ જવુ પડે છે. વીઝા આપવા અંગે વિપક્ષે મજાક ઉડાવી હતી કારણ કે તેમની પાસે બીજુ કંઈ બચ્યુ જ નહોતુ. 
 
 
તેમણે કહ્યુ હતુ કે શાળાઓની લેબોરેટરી ખેડૂતોના કામમાં આવે. અમારા મગજમાં ખેડૂતો ગરીબો અને આદિવાસીઓ પણ છે. અમારી સરકારમાં ઈચ્છાશક્તિ છે.  સમસ્યોનુ મૂળ નાની નાની વાતો હોય છે. શાળાઓમાં 4.25 લાખ  ટોયલેટની જરૂર છે. અને અમે આ દિશામાં કામ ચાલુ કર્યુ છે.  આપણે આપણા કામ પર ક્યારેય અહંકાર ન કરવો જોઈએ. 
 
કાયદાની ખામી શોધવામાં 120 વર્ષ લાગ્યા હતા.  આ માત્ર ખામીઓને સુધારવાનો સમય છે. કાયદો બનશે તો કોંગ્રેસને ક્રેડિટ આપવમાં આવશે. તેમ પણ મોદીએ કહ્યુ હતુ.  
 
ભારત કોઈ હર્મ વિરુદ્ધ નહી પણ ગરીબી વિરુદ્ધ લડશે. મોદીએ કહ્યુ કે મારો ફક્ત એક ધર્મ છે ભારત, મારી સરકારનો એક ધર્મગ્રંથ છે - સંવિધાન. ધર્મના આધાર પર કોઈ ભેદભાવ નહી રહે. સાંપ્રદાયિકતાએ ભારતને તોડવાનું કામ કર્યુ છે.