શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (13:21 IST)

સરકારી બેંકોમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા રહેશે

સરકારી બેંક કર્મચારીના યુનિયનો અને બેંક મેનેજમેંટ સાથે થયેલ સમજૂતીઓ પ્રમાણે દરેક સરકારી બેંકોની શાખાઓ મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે આ સેટલમેંટ પ્રમાણે સરકારી બ એંકોના 6 લાખથી વધુ કર્મચારીઓને મહિનામાં 8 રજા ભોગવવા મળશે. 
 
યુનિયનો સાથે નવી સમજૂતી પ્રમાણે બેંક કર્મચારીઓઅના વેતનમાં પણ 15 ટકાનો વધારો થવા પામ્યો છે. આના કારણે બેંકોના મેનેજમેંટની તિજોરી પર વધારાનો 4.725 કરોડ રૂપિયાનો ભાર આવશે. યુઅનિયનો સાથેની આ સમજૂતી પછી બેંક કર્મચારીઓઅની ચાર દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પછી ખેંચાઈ હતી. 
 
ઈંડિયન બેંક એશોશિએશનના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર એમ વી ટાંકસલેએ જણાવ્યું હતું કે કર્મચારીઓને આવતા નાણાકીય વર્ષમાં એરિયર્સ મળશે. 
 
યુનિયનો અને બેંક મેનેજમેંટ સાથેના પગાર અને બીજા સેંટલમેંટનો અમલ આવતા 90 દિવસમાં થશે.