શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: હૈદરાબાદ , ગુરુવાર, 24 જુલાઈ 2014 (11:38 IST)

સાનિયા મિર્જા પાકિસ્તાનની ''વહુ" છે તેને તેલંગાનાની બ્રાંડ એમ્બેસેડર ન બનાવવી જોઈએ - બીજેપી

. નવુ રચાયેલ રાજ્ય તેલંગાનાના ભાજપના નેતા કે. લક્ષ્મણે ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાને રાજ્યની બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત કરવા બદલ રાજ્યની તેલંગાના રાષ્ટ્ર સમિતિ સરકારના નિર્ણયની આલોચના કરી છે અને આ સન્માન માટે સાનિયાની યોગ્યતા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે તે પાકિસ્તાનની વહુ છે. 
 
બીજેપી નેતાએ સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે સાનિયા મિર્જાનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો અને તે પછી તે હૈદરાબાદ આવીને રહેવા લાગી હતી અને તેથી તે "સ્થાનિક"  નથી કહી શકાતી. તેમણે સાનિયાને પાકિસ્તાનની વહુ બતાવતા કહ્યુ કે તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. 
 
તેલંગાના વિઘાનસભામાં પણ ભાજપા નેતા કે. લક્ષ્મણે કહ્યુ કે 27 વર્ષીય ખેલાડીએ અલગ તેલંગાના રાજ્ય બનાવવા માટે ચલાવાયેલ અભિયાનમાં ક્યારેય ભાગ લીધો નથી. લક્ષ્મણે સરકાર પર આરોપ લગાવ્યો કે તેણે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની આગામી ચૂંટણીમાં અલ્પસંખ્યક સમુહના વોટો પર નજર રાખતા આ પગલુ ઉઠાવ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે મંગળવારે સાનિયા મિર્જાને તેલંગાનાના બ્રાંડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરતા તેમને એક કરોડ રૂપિયાની રકમ આપી હતી અને તેમને 'હૈદરાબાદની પુત્રી' કહી હતી.