ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

સેથિયા દુર્ઘટના ; ચિંદબરમે અફસોસ વ્યક્ત કર્યો

બચાવ અને રાહત કાર્યમાં વિલંબ થયો હતો

N.D
ગૃહમંત્રી પી. ચિંદબરમે આ વાત પર ખેદ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળના સેંથિયામાં સોમવારે થયેલ રેલ દુર્ઘટના પછી બચાવ અને રાહત કાર્યમાં ભારે વિલંબ થયો.

તેમણે કહ્યુ કે આવી બાબતોમા તરત જ બચાવ કાર્ય શરૂ કરવા માટે હેલિકોપ્ટર અને નાના વિમાનોના ઉપયોગ વિશે વિચારવુ જોઈએ.

ચિદંબરમે કહ્યુ કે મને જાણ થઈ છે કે દુર્ઘટના સ્થળ પર પ્રથમ બચાવ ટુકડી અઢી કલાક પછી પહોંચી શકી અને બીજી ટુકડી સાત કલાક પછી. આ દળ 220 કિલોમીટરનો રસ્તો નક્કી કરીને દુર્ઘટનાસ્થળ પહોંચી. એનો મતલબ એ છે કે તાત્કાલિક દળની ગતિશીલતાની વ્યવસ્થા કરવામાં આજે પણ કમી છે.

આ સંદર્ભમાં તમણે જો કે રેલમંત્રી મમતા બેનર્જી અથવા તેમના મંત્રાલયનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. તેમણે કહ્યુ કે તાત્કાલિક વ્યવસ્થા ક્ષમતાની પરખ ત્યારે જ થાય છે જ્યારે તત્કાલિન સેવા મળી જાય તેથી આ ક્ષમતાને વધારવાની જરૂર છે.