ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2009 (16:46 IST)

સોનિયા,મનમોહનસિંહ અને ચિદમ્બરમને ધમકી

લગભગ એક મહિના પહેલા કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી સંગઠનોની સૂચિમાં સામેલ ઘણા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદી(ભાકપા-માઓવાદી)એ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ગૃહમંત્રી પી.ચિદમ્બરમને ઝારખંડ આવવા માટે ધમકી મળી છે.

પ્રતિબંધિત સંગઠનના નક્સલિયોએ એક પ્રેસનોટમાં જણાવ્યુ છે કે "કેન્દ્રીય ગૃહમંત્રી કહે છે કે સરકાર દેશમાં નક્સલવાદને ખત્મ કરી દેશે. તેમનું ભાષણ એક સપનું બનીને રહી જશે. નક્સલી આંદોલનને એમ ખતમ કરવું સરળ નથી... જો ચિદમ્બરમમાં હિમ્મત હોય તો તેઓ ઝારખંડ આવીને બતાવે." નોટમાં મનમોહનસિંહ અને સોનિયા ગાંધીને પણ ધમકી આપવામાં આવી છે.

ઝારખંડમાં ભાકપા-માઓવાદીની કેન્દ્રીય સમિતિના સદસ્ય અનૂપ-જી તફથી જારી કરવામાં આવેલ એક ભાષણમાં કહેવાયુ છે કે " પ્રધાનમંત્રી અને સોનિયાનું ભવિષ્ય પણ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી જેવું છે." અત્રે ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની વર્ષ 1991માં હત્યા કરવામાં આવી હતી.

આ ભાષણમાં રાજ્યના કોંગ્રેસી નેતાઓને પણ ચેતવણી આપતા કહેવાયુ છે કે પાર્ટી છોડી દે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે.