બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , ગુરુવાર, 30 જુલાઈ 2009 (16:14 IST)

સોનિયાએ કર્યું મનમોહનનું સમર્થન

ભારત-પાકિસ્તાન સંયુક્ત વક્તવ્ય પર વડાપ્રધાન મનમોહનસિંહનું જોરદાર સમર્થન કરતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીના લોકોને જણાવ્યું કે, તેમની વચ્ચે આ મુદ્દા પર કોઈ ભૂલચૂક અને ભ્રમની સ્થિતિ ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે, પરિપ્રેક્ષ્યમાં ભારતની વિદેશનીતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

મિશ્રના શર્મ અલ શેખમાં ભારત-પાક સંયુક્ત નિવેદનના સંબંધમાં વડાપ્રધાન દ્રારા સંસદમાં આપવામાં આવેલા નિવેદનના એક દિવસ બાદ કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં સોનિયાએ કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરતું નથી ત્યાં સુધી વાતચીતનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બે ટૂક શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન પ્રત્યે તેમની પાર્ટીના વલણમાં કોઈ પરિવર્તન આવ્યું નથી અને જ્યાં સુધી પાકિસ્તાન મુંબઈ આંતકી હુમલાના ષડયંત્રકારીઓને કાયદાના શકંજામાં નહીં કસે તથા ભારત વિરુદ્ધ આંતકી હુમલાઓ માટે પોતાની ભૂમિનો ઉપયોગ થવા પર રોક નહીં લગાવે, તેની સાથે કોઈ અર્થપૂર્ણ વાતચીત નહીં થાય.