શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (17:24 IST)

હવે ઇન્‍ટરનેટ દ્વારા પસ્તી પણ વેચી શકાશે

માણસનો સમય અને મહેનત બચાવવા હાલ ઇન્‍ટરનેટનો ઉપયોગ વધતો જાય છે તેથી દરેક ક્ષેત્રમાં તેનો પ્રવેશ થયો છે. હવે પસ્‍તીવાલા ડોટ કોમ પર તમને પસ્‍તીના ભાવ પણ મળશે અને તમારા ધરેથી પસ્‍તી પણ લઈ જશે. આ વેબસાઇટ ૨૦૧૦ થી વડોદરા શહેરમાં કાર્યરત છે અને પ્રગતિના પંથે છે. હવે આજથી, ૨જી ઓક્‍ટોબર, ૨૦૧૪થી અમદાવાદ સહિત આણંદ, નડિયાદ, સુરતમાં પસ્‍તીવાલા ડોટ કોમનું વિસ્‍તરણ થઈ રહ્યો છે. ૨જી ઓક્‍ટોબરથી અમદાવાદમાં પ્રારંભ થઈ રહ્યો છે. દરેક શહેરોમાં આ અંગેનું તંત્ર ગોઠવાઈ ગયુ છે. પસ્‍તી લેવા માટે વાહનો, કર્મચારી, ફોન અને ઇન્‍ટરનેટની વ્‍યવસ્‍થા થઈ ચુકી છે.

પસ્‍તીવાલા ડોટ કોમ ની સાથે વહેવાર કરવાથી પારર્દશિતા ખરા ભાવની માહિતી મળશે અને વજનની ચોરી નહીં થાય. ધરમાં રહેલો પસ્‍તીનો નકામો માલસામાન લેવા આવનાર ફેરીયાને સારૂ વળતર આપીને પસ્‍તીવાલા ડોટ કોમ સહયોગ રૂપ થશે.રાજ્‍યના એક ઉદ્યોગ સાહસીક કંપનીના એમડી શ્રી પરેશ પારેખે આવો અનોખો વિચાર આવતા તેણે ‘પસ્‍તીવાલા ડોટ કોમ' નામની વેબસાઇટ શરૂ કરી છે અને તમે ઇચ્‍છો ત્‍યારે તમે તેમને પસ્‍તી લઈ જવા માટે બોલાવી શકો. સૌથી મોટી વાત તો એ છે કે પસ્‍તીના ભાવો રોજ રોજ બદલાય છે. તેની માહિતી પણ ગ્રાહકને મળી રહે તે માટે એફએમ રેડીયોમાં ભાવની જાહેરાત થતી રહેશે. પસ્‍તી, બોર્ડ, પુઠા જેવો કાગળનો નકામો કચરો કાઢવાનો પ્રશ્‍ન માત્ર ગળહિણીઓને જ નથી પણ  વેરહાઉસ કંપનીઓ, ઉદ્યોગો, પ્રીન્‍ટીંગ પ્રેસ, પેકેઝિંગ હાઉસ સહિત જેમને પણ આ પ્રશ્‍ન હશે તેમના જગ્‍યાએથી પસ્‍તી લઈ જવામાં ‘પસ્‍તીવાલા ડોટ કોમ' ધણું ઉપયોગી થઈ પડશે આના કારણે હાલના ફેરીયાઓને કોઈ નુકસાન થવાનું નથી કારણ કે તેમને તો વ્‍યાજના ચક્કરમાંથી મૂક્‍તિ મળવાની છે અને તેમનો પણ સહકાર લેવામાં આવશે. કંપનીના ડાયરેક્‍ટર મનીષ પટેલે વધુમાં જણાવ્‍યું હતુ કે હાલની ઝડપી જીંદગીમાં ધરના નાના મોટા કામ માટે કલાકોનો સમય જાય તે ફાવે તેવું નથી. એક ફોન કે મેઇલ કરોને ધરે ર્સવિસ મળે તે ઉત્તમ છે.