શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ. , સોમવાર, 20 એપ્રિલ 2015 (14:14 IST)

હાફિઝ સઈદની ચેતાવણી, કહ્યુ - અમારુ આગામી ટારગેટ ભારત

આતંકી સરગના હાફિઝ સઈદે પેશાવરની એક રેલીમાં ભારતને પોતાનુ આગામી ટારગેટ બતાવ્યુ છે. રવિવારે રેલી દરમિયાન આતંકવાદીએ ચોખવટ કરી છે કે તેના સંગઠને અમેરિકા અને રૂસ વિરુદ્ધ અફગાનિસ્તાનમાં અફગાન તાલિબાનનો સાથ આપ્યો. અમે અમારા અફગાન ભાઈઓ સાથે તેમના વિરુદ્ધ જેહાદ છેડ્યો. અમે તેમના ટુકડે-ટુકડા કરી નાખ્યા. 
 
સઈદે કહ્યુ કે હવે દુનિયામાં ફક્ત બે શક્તિઓ બચી ગઈ છે, જેમા પહેલુ હિન્દુસાતન છે અને બીજુ ઈઝરાયલ. ઈંશાલ્લાહ અમે જેહાદ દ્વારા ભારત અને ઈઝરાયેલના પણ ટુકડે ટુકડા કરી નાખીશુ. પછી દુનિયાભરમાં ઈસ્લામની હુકુમત રહેશે. હાફિઝ સઈદે રેલી દરમિયાન કહ્યુ કે જમાત-ઉદ-દાવાનો પાકિસ્તાન તાલિબાન અને અફગાન તાલિબાન વચ્ચે સંબંધ છે.